Gold and Silver Price: સોનામાં તેજી, ચાંદીમાં બોલાયો કડાકો, ચેક કરો આજનો નવો ભાવ

Gold and Silver Price: રૂપિયાની કથળતી સ્થિતિ અને મજબૂત ગ્લોબલ ટ્રેંડને લીધે બુધવારે સોનાની કિંમતમાં વધારો નોંધાયો હતો. દેશની રાજધાની દિલ્હીની બુલિયન માર્કેટમાં આજે 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ 670 રૂપિયા વધી 1,32,200 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ. મંગળવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 1670 રૂપિયાના ભારે ઘટાડાની સાથે 1,31,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સોમનવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 3040 રૂપિયા વધીને 1,33,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. મળતી માહિતી અનુસાર, અમેરિકી ડોલરની સરખામણીમાં અત્યાર સુધીની સૌથી નીચલા સ્તરે પછડાવાછી આજે બુલિયનના ભાવ વધી ગયા.
ચાંદીના ભાવમાં છ દિવસની તેજી અટકી ગઈ
જોકે, ચાંદીના ભાવમાં છ દિવસની તેજી આજે અટકી ગઈ. બુધવારે, દિલ્હીમાં ચાંદીનો ભાવ 460 રૂપિયા ઘટીને 1,80,900 રૂપિયા પ્રતિ કિલો (બધા કર સહિત) થયો. મંગળવારે, દિલ્હીમાં ચાંદીનો ભાવ 4,360 રૂપિયા વધીને 1,81,360 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. સોમવારે, ચાંદીનો ભાવ 5,800 રૂપિયા વધીને 1,77,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો.
બુધવારે રૂપિયો ઓલ ટાઈમ નીચી સપાટીએ પહોંચ્યો
મળતી માહિતી અનુસાર, મજબૂત વૈશ્વિક વલણો અને ભારતીય ચલણમાં નબળાઈને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં થોડો વધારો થયો હતો. બુધવારે, વિદેશી ભંડોળના સતત બહાર નીકળવા અને ક્રૂડ ઓઈલના વધતા ભાવ વચ્ચે રૂપિયો પહેલી વાર 90 ડોલરના સ્તરને પાર કરી ગયો અને 90.21 હંગામી તેના ઓલટાઈમ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. જે તેના અગાઉના બંધ દર કરતાં 25 પૈસા નીચે હતો.
વિદેશી માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ધૂમ તેજી
વિદેશી બજારમાં, હાજર સોનાનો ભાવ ઔંસ દીઠ 4207.67 ડોલર પર થોડો વધીને ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદી 58.47 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી. આજના વેપાર દરમિયાન ચાંદી લગભગ 1 ટકા વધીને ડોલર 58.94 પ્રતિ ઔંસની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી. મળતી માહિતી અનુસાર, ફેડરલ રિઝર્વના અધિકારીઓ તરફથી નરમ વાતચીતથી આગામી સપ્તાહની FOMC બેઠકમાં 25 બેસિસ પોઈન્ટના દરમાં ઘટાડાની અપેક્ષાઓ મજબૂત થઈ છે, જેનાથી યુએસ ડોલર માટે અવરોધો ઉભા થયા છે અને બુલિયનને ટેકો મળ્યો છે.

