Vladimir putin india visit: વ્લાદિમીર પુતિનનું એરપોર્ટ પર કોણ સ્વાગત કરશે? સામે આવ્યું મોટું અપડેટ

Vladimir putin india visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે ગુરુવારે બે દિવસીય ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અહીં પીએમ મોદીની સાથે 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં સામેલ થશે. પુતિનના પ્રવાસથી ભારત અને રશિયા વચ્ચે ઘણી મોટી ડિફેન્સ ડીલની શક્યતા છે. ભારતના પીએમ મોદી પુતિન માટે ડિનર પણ હોસ્ટ કરશે. મળતી માહિતી અનુસાર, ભારતના પીએમ મોદી એરપોર્ટ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રિસીવ કરશે.
પુતિન એક હાઈ-પ્રોફાઈલ મહેમાન છે
મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી પોતે રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરવા એરપોર્ટ પર જઈ શકે છે. આ વાતનો પુરાવો છે કે રાષ્ટ્રપતિ પુતિન ભારત માટે કેટલા હાઈ-પ્રોફાઈલ મહેમાન છે અને ભારત પુતિનની મુલાકાતને કેટલી ગંભીરતાથી લઈ રહ્યું છે. પુતિનનું વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતરવાની અપેક્ષા છે.
આ મોટા કરારની શક્યતા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન થોડીક ક્ષણોમાં દિલ્હી પહોંચશે. આખી દુનિયા પુતિનની મુલાકાત પર નજર રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે પુતિન ચાર વર્ષ પછી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પુતિન માટે ખાનગી રાત્રિભોજનનું પણ આયોજન કરશે. ત્યારબાદ, કાલે બંને દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થશે. ભારત અને રશિયા વચ્ચે SU-57 ફાઇટર જેટ માટેનો સોદો નક્કી થાય તેવું માનવામાં આવે છે. S-400 અને S-500 સહિત અનેક મોટા સંરક્ષણ સોદાઓ પર મોટી જાહેરાત શક્ય છે. એવું માનવામાં આવે છે કે પુતિનની મુલાકાત પછી, રશિયા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર બનશે. ભારત હાલમાં રશિયાને વાર્ષિક 5 બિલિયન ડોલરની નિકાસ કરે છે. ભારત અને રશિયા વચ્ચે સ્માર્ટફોન, કાપડ, દવા, સંરક્ષણ ક્ષેત્ર અને ઈલેક્ટ્રોનિક્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં મોટા પાયે સોદાઓનો વિસ્તાર થઈ શકે છે.
બ્રહ્મોસ પર પણ ડીલ થશે
વડાપ્રધાન મોદી અને પુતિન વચ્ચે ટેક્નોલૉજી, એટોમિક ઉર્જા અને સમુદ્રી વેપાર સેક્ટર પણ ડીલ થવાની શક્યતા છે. ભારત અને રશિયા વચ્ચે બ્રહ્મોસના નવા અને ખતરનાક વર્ઝન પર કરારની શક્યતા છે. હાલ બ્રહ્મોસ મિસાઈલે ઓપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાનમાં ભીષણ વિનાશ વેર્યો હતો. બ્રહ્મોસનો નેક્સ્ટ જનરેશન વર્ઝન દરેક ફાઈટર જેટ પર ફીટ થઈ શકે છે. નવું વર્ઝન ધરાવતું બ્રહ્મોસ 1000-1500 કિમી સુધી મારી શકે છે. આની ઝડપ પણ 4 હજાર કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હશે. બ્રહ્મોસનું નવું વર્ઝન આકારમાં નાનું હશે જેના લીધે એકસાથે 6-7 મિસાઈલ ફાઈટર જેટ પણ ફીટ થઈ શકશે. પુતિન આ ટ્રિપથી બંને દેશો વચ્ચે સ્ટ્રેટેજિક સંબંધોનું નવું ચેપ્ટર શરૂ થવાનું છે.

