Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Stock news today: Market closes in green amid volatility, Sensex rises 158 points; Nifty closes at 26033

Stock news today: અસ્થિરતા વચ્ચે બજાર લીલા રંગમાં બંધ થયું, સેન્સેક્સ 158 પોઈન્ટ વધ્યો; નિફ્ટી 26033 પર બંધ

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Stock news today: અસ્થિરતા વચ્ચે બજાર લીલા રંગમાં બંધ થયું, સેન્સેક્સ 158 પોઈન્ટ વધ્યો; નિફ્ટી 26033 પર બંધ
સોર્સ : Google

Stock news today: ગુરુવારે (4 ડિસેમ્બર) એશિયન બજારોના મિશ્ર વલણો વચ્ચે ભારતીય શેરબજાર નીચા સ્તરે ખુલ્યા. જોકે, શરૂઆત પછી બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો અને નિફ્ટી 50 અને સેન્સેક્સ આખરે લીલા નિશાનમાં બંધ થયા.  આ સાથે, બજારે ચાર દિવસથી ચાલી રહેલા ઘટાડાનો દોર સમાપ્ત કર્યો. જોકે, આરબીઆઇના વ્યાજ દરના નિર્ણય પહેલા રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. કેન્દ્રીય બેંક શુક્રવારે રેપો રેટનો નિર્ણય જાહેર કરશે.

App Store

30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 84,987 પર ખુલ્યો. દિવસ દરમિયાન તેમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો, જે 85,487ની ઊંચી સપાટી અને 84,949ની નીચી સપાટીએ પહોંચ્યો. અંતે તે 158.51 પોઈન્ટ અથવા 0.19 ટકા ઘટીને 85,265.32 પર બંધ થયો.

તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર નિફ્ટી 50 પણ 25,981 પર નીચા સ્તરે ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 26,098ના ઈન્ટ્રા-ડે ઉચ્ચતમ સ્તર અને 25,938 ના ઈન્ટ્રા-ડે નીચલા સ્તરને સ્પર્શ્યો.

જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના સંશોધન વડા વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ઘરેલુ બજાર મિશ્ર વૈશ્વિક સંકેતો અને આરબીઆઇની પોલિસી મીટિંગ પહેલાની સાવધાનીની વચ્ચે લગભગ સપાટ બંધ રહ્યા હતાં. શરૂઆતના સત્રમાં મૂલ્ય-ખરીદીને ટેકો મળતાં, રૂપિયાના વિક્રમી નીચા સ્તરે પહોંચવા અને વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે તેજી મર્યાદિત રહી.

આરબીઆઈ દરોમાં કાપની આશા ઘટવાથી રૂપિયામાં સાધારણ રિકવરી જોવા મળી હતી. આનાથી બજાર અંત તરફ કંઈક અંશે સ્થિર થયું. ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની નવી આશા અને ચલણ સંબંધિત લાભો વધતાં આઇટી શેરોએ સારો દેખાવ કર્યો. આ ક્ષેત્રમાં રોકાણકારોનો રસ વધ્યો."

ટોપ ગેનર્સ અને લૂઝર્સ
સેન્સેક્સના શેરોમાં, ટીસીએસ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને એચસીએલ  ટેક સૌથી વધુ વધ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, કોટક મહિન્દ્રા બેંક, ટાઈટન અને એટરનલ સૌથી વધુ ઘટ્યા હતા.

નિફ્ટી-50 કંપનીઓમાં, સૌથી વધુ વધારો ટીસીએસ માં જોવા મળ્યો, જેમાં 1.55 ટકાનો વધારો જોવા મળ્યો. આ પછી, એસબીઆઇ લાઇફમાં 1.53 ટકા, ટેક મહિન્દ્રામાં 1.34 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં 1.29 ટકા, ઇન્ફોસિસમાં 1.20 ટકાનો વધારો જોવા મળ્યો.નિફ્ટી 50 કંપનીઓમાં સૌથી વધારે નુકસાન ઈન્ડિગોને થયું હતું, તેમાં 2.85 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પછી, હિન્ડાલ્કો 0.68 ટકા, એટરનલ 0.68 ટકા, મારુતિ સુઝુકી 0.55 ટકા, કોટક બેંક 0.50 ટકા ઘટ્યા.

વ્યાપક બજારમાં, એનએઅસઇ નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ નકારાત્મક વલણ સાથે ફ્લેટ રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 0.24 ટકા ઘટ્યો હતો. ક્ષેત્રીય રીતે, નિફ્ટી આઇટી સૌથી વધુ લાભદાયક રહ્યો હતો, જેમાં 1.4 ટકાનો વધારો થયો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સની સરખામણીમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ઘટાડો થયો હતો. બીએસઈ મિડકેપ 0.19 ટકા ઘટ્યો હતો, જ્યારે બીએસઇ સ્મોલકેપ 0.31 ટકા ઘટ્યો હતો.

આ ઉપરાંત નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ, એફએમસીજી, ઓટો, ફાર્મા, મેટલ અને નિફ્ટી ઈન્ડેક્સ, કેમિકલ્સ ઈન્ડેક્સ તેજીમાં રહ્યા હતાં. બીજી તરફ, નિફ્ટી મીડિયામાં 1.45 ટકાનો ઘટાડો થયો હતો. નિફ્ટી બેંક, ફાઈનાન્શિયલ સર્વિસીસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસમાં ઘટાડો જોવા મળ્યો હતો.

રૂપિયામાં સતત ઘટાડો ચાલુ
ગુરુવારે રૂપિયો વિક્રમી નીચા સ્તરે ખૂલ્યો હતો. ઘરેલુ મૂદ્રાની શરૂઆત 22 પૈસાની નરમાઇ સાથે પ્રતિ ડોલર 90.41ની સપાટીએ થઇ હતી. ડોલરના મુકાબલે રુપિયો પ્રતિ ડોલર 90ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયો. સતત નાણાં કાઢવાથી, અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર અનિશ્ચિતતા અને ગયા સપ્તાહે ડોલરની મજબૂત માગથી રૂપિયામાં ઝડપી ઘટાડો થયો હતો. રિઝર્વ બેન્કની વિનિમય બજારમાં દખલગીરી ઘટવાને કારણે પણ રૂપિયાના ઘટાડાને બળ મળ્યું હતું. આ વર્ષે ડોલરની સામે રૂપિયો પાંચ ટકા કરતાં પણ વધારે ઘટ્યો છે અને આ સૌથી ખરાબ પ્રદર્શન કરનાર એશિયાઈ ચલણ બન્યું છે. રૂપિયાને પ્રતિ ડોલર 80થી 90 સુધી પહોંચવામાં ફક્ત 993 ટ્રેડિંગ સત્રો લાગ્યા.

વૈશ્વિક બજારો
વોલ સ્ટ્રીટના રોજગાર ડેટામાં સુધારો થયા પછી એશિયાના બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું, જેના કારણે ફેડરલ રિઝર્વ આવતા અઠવાડિયે વ્યાજ દરમાં ઘટાડો કરી શકે તેવી અપેક્ષાઓ વધી ગઈ.

જાપાનનો બેન્ચમાર્ક નિક્કી 225 ઈન્ડેક્સ શરૂઆતના વેપારમાં 0.3 ટકા વધ્યો અને ટોપિક્સ ઈન્ડેક્સમાં 0.33 ટકાનો વધારો થયો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.45 ટકા ઘટ્યો, જ્યારે સ્મોલ-કેપ કોસ્ડેક 0.12 ટકા વધ્યો.

યુએસ શેરબજારોમાં તેજી આવી. પેરોલ પ્રોસેસર એડીપીએ અહેવાલ આપ્યો છે કે ખાનગી કંપનીઓએ નવેમ્બરમાં 32,000 કામદારોની છટણી કરી હતી, જે ઓક્ટોબરમાં 47,000 હતી. આ બજાર દ્વારા અપેક્ષિત 40,000 કર્મચારીઓની છટણી કરતા ઓછી હતી.

અમેરિકી બજારો પર નજર રાખનારાનું અનુમાન છે કે, અમેરિકી ફેડ રિઝર્વની 9 અને 10 ડિસેમ્બરે મળનારી પોલિસી મીટિંગ દરમિયાન વ્યાજ દરોમાં કાપ મૂકાવાની સંભાવના 89 ટકા સુધી પહોંચી ગઇ છે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.86 ટકા વધ્યો. S&P 500 0.30 ટકા વધ્યો અને નાસ્ડેક કમ્પોઝિટ 0.17 ટકા વધ્યો.