Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Russia gives wings to India's 'deep space' dream: Semi-cryogenic technology to be provided for ISRO's heavy-lift rocket

ભારતના ‘ડીપ સ્પેસ’ સપનાને રશિયાની પાંખો: ISROના હેવી-લિફ્ટ રોકેટ માટે મળશે સેમી-ક્રાયોજેનિક ટેક્નોલોજી

Timeછેલ્લું અપડેટ : 04 May 2026
લાઇવ ટીવીGoogle News
ભારતના ‘ડીપ સ્પેસ’ સપનાને રશિયાની પાંખો: ISROના હેવી-લિફ્ટ રોકેટ માટે મળશે સેમી-ક્રાયોજેનિક ટેક્નોલોજી
સોર્સ : GSTV

Russia Supports ISRO: ISRO અને મોસ્કોમાં રશિયાની અંતરિક્ષ એજન્સી Roscosmos વચ્ચે હાલમાં ટેક્નોલોજી વિશેની ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાનો મુખ્ય ટોપિક સેમી-ક્રાયોજેનિક એન્જિનોની સપ્લાય છે, જે ભારતના ભવિષ્યના હેવી-લિફ્ટ લોન્ચ વાહનો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ એન્જિનો માટેનો ડ્રાફ્ટ કોન્ટ્રેક્ટ હાલમાં ISROની વાર્ષિક અહેવાલ 2025-26 મુજબ મંજૂરી માટે પ્રક્રિયામાં છે.

App Store

સેમી-ક્રાયોજેનિક એન્જિન શું છે?
સેમી-ક્રાયોજેનિક એન્જિન ભારતના આગામી હેવી-લિફ્ટ લોન્ચ વાહનો માટે એક મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજી છે. તે શુદ્ધ કેરોસિન અને લિક્વિડ ઓક્સિજનના મિશ્રણ પર ચાલે છે. હાલની સિસ્ટમ કરતાં તે વધુ કાર્યક્ષમતા અને થ્રસ્ટ ઉત્પન્ન કરે છે. આવા એન્જિનના વિકાસ અને ઉપયોગથી ભારે પેલોડ અને ડીપ-સ્પેસ મિશનો માટે ભારતની લોન્ચ ક્ષમતા વધી શકે છે. આથી આ માટે રશિયાનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે.

ISROનું પોતાનું એન્જિન વિકાસ
ISRO પોતાનું સેમી-ક્રાયોજેનિક એન્જિન પર પણ કામ કરી રહ્યું છે. માર્ચ 2025ના નિવેદનમાં ISROએ જણાવ્યું હતું કે તે “2000 kN ઊંચી થ્રસ્ટ ધરાવતા લિક્વિડ ઓક્સિજન / કેરોસિન આધારિત સેમી-ક્રાયોજેનિક એન્જિનના ડિઝાઇન અને વિકાસમાં પ્રગતિ કરી રહી છે, જે LVM3 લોન્ચ વાહનના સેમી-ક્રાયોજેનિક બૂસ્ટર સ્ટેજને શક્તિ આપશે.” આ એન્જિન LVM3ના બૂસ્ટર સ્ટેજને વધુ પાવરફુલ બનાવશે.

SC120 સ્ટેજ શું છે?
ISROનું લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC) સેમી-ક્રાયોજેનિક પ્રોપલ્શન એન્જિન અને સ્ટેજ વિકસાવી રહ્યું છે. 2000 kN સેમી-ક્રાયોજેનિક એન્જિન (SE2000) દ્વારા સંચાલિત SC120 સ્ટેજ, પેલોડ વધારવા માટે LVM3ના હાલના કોર લિક્વિડ સ્ટેજ (L110)ને બદલી દેશે. ભવિષ્યમાં આ લોન્ચ વાહનોના બૂસ્ટર સ્ટેજને પણ શક્તિ આપશે.

LVM3ને કેવી રીતે સુધારવામાં આવશે?
ISROની સેમી-ક્રાયોજેનિક પ્રોપલ્શન સિસ્ટમ અને LVM3માં અપગ્રેડ કરાયેલ ક્રાયોજેનિક સ્ટેજ સાથે તેની પેલોડ ક્ષમતા ચાર ટનથી વધીને પાંચ ટન થશે. SE-2000 એન્જિનના મુખ્ય ઉપસિસ્ટમોમાં થ્રસ્ટ ચેમ્બર, પ્રી-બર્નર, ટર્બો પંપ સિસ્ટમ, કંટ્રોલ ઘટકો અને સ્ટાર્ટ-અપ સિસ્ટમનો સમાવેશ થાય છે. ISRO મુજબ, 'SE2000 એન્જિન એક જટિલ ઑક્સિડાઇઝર-રિચ સ્ટેજ્ડ કમ્બશન ચક્ર સાથે કાર્ય કરે છે, જેમાં 180 બારનું ઉચ્ચ ચેમ્બર દબાણ અને 335 સેકંડનું સ્પેસિફિક ઇમ્પલ્સ છે. એની પ્રોપેલન્ટ ફીડ સિસ્ટમ 600 બાર સુધી દબાણ પૂરું પાડે છે.'