ખનીજ પર ટેક્સ અંગે સુપ્રીમ કોર્ટે આપ્યો કેન્દ્ર સરકારને ઝટકો, આ રાજ્યને થશે ફાયદો
સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટની નવ જજોની બંધારણીય બેન્ચે 8:1ની બહુમતી સાથે

સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટની નવ જજોની બંધારણીય બેન્ચે 8:1ની બહુમતી સાથે ચુકાદો આપ્યો હતો કે બંધારણ હેઠળ, રાજ્યોને ખાણો અને ખનીજો ધરાવતી જમીન પર કર લાદવાનો અધિકાર છે.
સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે કાઢવામાં આવેલા ખનીજ પર ચુકવવાપાત્ર રોયલ્ટી ટેક્સ નથી. CJI ડીવાય ચંદ્રચુડે સાત અન્ય જજો સાથે બહુમતીથી ચુકાદો સંભળાવ્યો હતો જ્યારે ન્યાયમૂર્તિ બીવી નાગરત્નાએ અસંમતિ દર્શાવી વિરૂદ્ધમાં ચુકાદો આપ્યો હતો.
નાગરત્નાએ પોતાના ચુકાદામાં શું કહ્યું?
પોતાનો ચુકાદો વાંચતા જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે રાજ્યો પાસે ખાણો અને ખનીજથી સમૃદ્ધ જમીનો પર કર લાદવાની કાયદાકીય ક્ષમતા નથી. પીઠે આ ગંભીર વિવાદાસ્પદ મુદ્દા પર ચુકાદો આપ્યો કે શું ખનીજો પર ચુકવવામાં આવતી રોયલ્ટી ખામ અને ખનિજ અધિનિયમ 1957 હેઠળ એક કર છે અને શું માત્ર કેન્દ્રને જ આ રીતની વસુલી કરવાની શક્તિ છે અથવા રાજ્યોને પણ પોતાના ક્ષેત્રમાં ખનીજ યુક્ત જમીન પર કર લગાવવાનો અધિકાર છે. જોકે, બહુમત ના હોવાને કારણે ચુકાદો લાગુ થઇ શક્યો ન હતો.
9 જજોની બંધારણીય પીઠમાં આ જજ સામેલ હતા
સુપ્રીમ કોર્ટના 9 જજોની બંધારણીય પીઠમાં CJI ચંદ્રચુડ, જસ્ટિસ નાગરત્ના સિવાય જસ્ટિસ હૃષિકેશ રૉય, જસ્ટિસ અભય એસ ઓકા, જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ ઉજ્જવલ ભુઇયા, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ ઓગસ્ટીન જોર્જ મસીહ સામેલ છે.
કોર્ટના ચુકાદાથી આ રાજ્યને મળશે ફાયદો
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ખનીજો મામલે ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યને મોટો ફાયદો થશે. હવે આ મામલે વધુ સુનાવણી બુધવારે યોજાશે.








