મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અકસ્માતમાં ઘાયલ લોકોની મફતમાં થશે સારવાર, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

રોડ અકસ્માતમાં ઘાયલ થતા લોકો અને તેમના પરિવારજનો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે

અકસ્માતમાં ઘાયલ લોકોની મફતમાં થશે સારવાર, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

રોડ અકસ્માતમાં ઘાયલ થતા લોકો અને તેમના પરિવારજનો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન જાહેર કરીને દેશભરમાં રોડ અકસ્માતના પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમની જાહેરાત કરી છે. રોડ પરિવહન મંત્રાલયના એક ગેજેટ નોટિફિકેશન અનુસાર આ યોજના હેઠળ પીડિતને દૂર્ઘટનાની તારીખથી સાત દિવસ સુધી કોઇ પણ માન્ય હોસ્પિટલમાં 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવારનો લાભ મળી શકે છે. આ યોજના  મે 2025થી લાગુ થઇ ગઇ છે.

રોડ અકસ્માતમાં ઘાયલની મફતમાં થશે સારવાર

કેન્દ્ર સરકારના નોટિફિકેશન અનુસાર, "કોઇ પણ રોડ પર મોટર વાહન દ્વારા રોડ અકસ્માતની દૂર્ઘટનાનો શિકાર બનનાર કોઇ પણ વ્યક્તિ આ યોજનાની જોગવાઇ હેઠળ કેશલેસ સારવારનો હકદાર હશે." મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં રોડ અકસ્માતની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા જાહેરાત કરી હતી કે સરકાર રોડ અકસ્માતમાં ભોગ બનેલા પીડિતો માટે જલદી આવી યોજના લાવવા પર વિચાર કરી રહ્યું છે.

ભારતમાં રોડ અકસ્માતમાં 5 લાખ લોકોના થાય છે મોત

એક રિપોર્ટ અનુસાર આ યોજનાને લાગુ કરવા માટે NHA રાજ્યની પોલીસ, હોસ્પિટલ અને રાજ્યની સ્વાસ્થ્ય એજન્સી સાથે મળીને કામ કરશે. મહત્ત્વપૂર્મ છે કે ભારતમાં રોડ અકસ્માતાં દર વર્ષે 5 લાખ લોકોના મોત થાય છે જ્યારે 4 લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. એક રિપોર્ટ અનુસાર તેમાં સૌથી વધુ  ટુ વ્હિલર વાહન ચાલક અને રસ્તા પર ચાલતા મુસાફર અકસ્માતનો ભોગ બને છે.

આ સમાચાર શેર કરો