મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાજસ્થાન/ ઝાલાવાડમાં વાન અને ટ્રક વચ્ચે ટક્કર થતા 9 લોકોના મોત, લગ્નમાંથી પરત ફરતો હતો પરિવાર

રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દૂર્ઘટના સર્જાઇ હતી. વાન અને ટ્રક વચ્ચે ટક્કર થતા 9 લોકોના મોત થયા છે. બનાવની જાણ પોલ

રાજસ્થાન/ ઝાલાવાડમાં વાન અને ટ્રક વચ્ચે ટક્કર થતા 9 લોકોના મોત, લગ્નમાંથી પરત ફરતો હતો પરિવાર

રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દૂર્ઘટના સર્જાઇ હતી. વાન અને ટ્રક વચ્ચે ટક્કર થતા 9 લોકોના મોત થયા છે. બનાવની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી વધુ તપાસ હાથ ધરી હતી.

ઝાલાવાડમાં અકસ્માતમાં 9 લોકોના મોત

ઝાલાવાડમાં અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી. મારૂતિ વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. દૂર્ઘટનાનો ભોગ બનેલા લોકો મધ્ય પ્રદેશમાં એક લગ્ન સમારંભમાંથી પરત ફરતા હતા. જ્યારે આ લોકો એનએચ 52 પર અકલેરા પાસે પહોંચ્યા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં સાત લોકો અકલેરાના હતા જ્યારે એક હરનાવદા અને એક સારોલાનો રહેવાસી હતો.

ઘટનાની જાણ સ્થાનિકોને થઇ તો તે તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને આ મામલે જાણ કરી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો