'મણિપુરમાં 60 હજાર જવાનોને હટાવો', ભાજપ ધારાસભ્યે અમિત શાહ પાસે કેમ કરી આવી માંગ
મણિપુરના ભાજપ ધારાસભ્ય રાજકુમાર ઈમો સિંહે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શ

મણિપુરના ભાજપ ધારાસભ્ય રાજકુમાર ઈમો સિંહે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને અનુરોધ કર્યો કે, જાતિય સંઘર્ષથી પ્રભાવિત રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ અંતર્ગત કેન્દ્રીય દળોને પાછા ખેંચીને રાજ્યના સુરક્ષા કર્મચારીઓને જવાબદારી સંભાળવા આપવામાં આવે. શાહને લખેલા પત્રમાં સિંહે દલીલ કરી હતી કે મણિપુરમાં લગભગ 60,000 કેન્દ્રીય દળોની હાજરી છતાં શાંતિ સ્થપાઈ નથી. જણાવી દઈએ કે, ઈમો સિંહ ભાજપના ધારાસભ્ય ઉપરાંત મુખ્યમંત્રી એન. બિરેન સિંહના જમાઈ પણ છે.
રાજકુમાર ઈમો સિંહે કહ્યું કે, મણિપુરમાં લગભગ 60,000 કેન્દ્રીય દળોની હાજરી છતાં શાંતિ સ્થપાઈ નથી રહી. એના કરતા આવા દળોનો હટાવી દેવા વધુ સારું રહેશે. જે માત્ર મૂકદર્શક તરીકે હાજર રહે છે. તેમણે સ્વીકાર્યું કે રાજ્ય સરકાર અને જનતાના સહકારના અભાવને કારણે હાલમાં આસામ રાઈફલ્સના કેટલાક એકમોને પાછા ખેંચવાની કાર્યવાહી થઈ હતી.
સિંહે કહ્યું, અમે આસામ રાઇફલ્સના કેટલાક યુનિટ પાછા ખેંચવાની કાર્યવાહીથી ખુશ છીએ. જે જે રાજ્ય સરકાર અને લોકોને સહકાર આપી રહ્યા ન હતા, પરંતુ જો આ અને અન્ય કેન્દ્રીય દળોની હાજરી હિંસા રોકી શકતી નથી, તો એનાથુ વધુ સારું એ રહેશે કે તેમના હટાવી દેવામાં આવે. અને રાજ્ય દળોને ચાર્જ સંભાળવા અને શાંતિ લાવવાની મંજૂરી આપવામાં આવે. સિંહે પ્રસ્તાવ મૂક્યો કે કેન્દ્ર સરકાર યુનિફાઇડ કમાન્ડ ઓથોરિટીને મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારને ટ્રાન્સફર કરે.
ભાજપ ધારાસભ્યે કહ્યું કે, હાલની વ્યવસ્થા હિંસા રોકવામાં બિનઅસરકારક હોવાની ટીકા કરી અને દલીલ કરી કે આ સમયે એકીકૃત કમાન્ડને ચૂંટાયેલી સરકારને સ્થાનાંતરિત કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. "કેન્દ્ર સરકારે મુખ્યમંત્રીની આગેવાની હેઠળની રાજ્ય સરકારને એકીકૃત આદેશ સોંપવો જોઈએ અને રાજ્યમાં શાંતિ અને સામાન્યતા લાવવા માટે કાયદા દ્વારા નિર્ધારિત પ્રક્રિયાઓ અનુસાર કાર્ય કરવાની મંજૂરી આપવી જોઈએ.
ગયા વર્ષે રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ગૃહ મંત્રાલયે CRPFના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ કુલદીપ સિંહને મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. વિવિધ એજન્સીઓ અને દળોના અહેવાલો પર દેખરેખ રાખતી એકીકૃત કમાન્ડ મણિપુર સરકાર સાથે પરામર્શ કરીને ઓપરેશનલ જરૂરિયાતોનું સંકલન કરે છે.
સિંઘે કેન્દ્ર સરકારને તે આતંકવાદી અને બળવાખોર જૂથો સામે કડક કાર્યવાહી કરવા માટે પણ કહ્યું કે જેણે સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (SoO) કરારના મૂળભૂત નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.








