Jioનું સર્વર ડાઉન થતાં ઈન્ટરનેટ અને ફાઈબર સર્વિસ ઠપ્પ, એપ્સ અને વીડિયો કોલિંગ બંધ
Jio Down : Jioનું સર્વર ડાઉન થયું છે. યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Jioના ઇન્ટરનેટ નેટ

Jio Down : Jioનું સર્વર ડાઉન થયું છે. યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Jioના ઇન્ટરનેટ નેટવર્ક વિશે ફરિયાદ કરી રહ્યા છે. Jio યુઝર્સને મોબાઈલ ઈન્ટરનેટ અને JioFiberનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, Jio યુઝર્સ વીડિયો કૉલ પણ કરી શકતા નથી.
દેશભરના Jio યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે Jioની સર્વિસ કામ કરી રહી નથી, યુઝર્સ કહે છે કે તેઓ WhatsApp, Instagram, Xpress, Snapchat, YouTube અને Google સહિતની તમામ દૈનિક ઉપયોગની એપ્લિકેશનને ઍક્સેસ કરી શકતા નથી. Downdetector મુજબ, 54 ટકાથી વધુ ફરિયાદીઓ મોબાઇલ ઇન્ટરનેટમાં, 38 ટકા Jio Fiber નેટવર્કમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
આઉટેજનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, Jioએ પણ હજુ સુધી તેના વિશે કોઈ માહિતી આપી નથી. ઘણા યુઝર્સે તેમની ચિંતાઓ વ્યક્ત કરવા અને સામાન્ય સેવા ક્યારે પુનઃસ્થાપિત થશે તેની માહિતી માંગવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.






