આંદોલન, બંધ કે તોફાનોમાં સંપત્તિને નુકસાન થયું તો થશે વસૂલી, ભાજપ શાસિત આ રાજ્યમાં અમલી બન્યો કાયદો
ઉત્તરાખંડમાં રમખાણો અને આંદોલન પર કડક કાયદો લાગુ કરી દેવાયો છે. જ

ઉત્તરાખંડમાં રમખાણો અને આંદોલન પર કડક કાયદો લાગુ કરી દેવાયો છે. જેમાં રમખાણો અને આંદોલનો દરમિયાન થયેલાં નુકસાનનું વળતર દોષિતો પાસેથી કરવામાં આવશે. રાજ્યમાં કોઈ રમખાણ બાદ થયેલી જાહેર સંપત્તિના નુકસાનની વસુલાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે રાજ્યપાલની મંજૂરી બાદ નવો કાયદો લાગુ કરી દીધો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ કાયદો રાજ્યની શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે આવશ્યક જણાવ્યું છે. આ કાયદાથી સુનિશ્ચિત કરવામાં આવશે કે, દેવભૂમિની શાંતિ વ્યવસ્થાને નુકસાન પહોંચાડનાર પર કડક કાર્યવાહી કરવામાં આવે, જેનાથી ભવિષ્યમાં કોઈપણ આવા કૃત્ય ન કરે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડ જાહેર (સરકારી) તથા ખાનગી સંપત્તિના નુકસાનની વસુલી (અધ્યાદેશ) કાયદો-2024 ને રાજ્યપાલે મંજૂરી આપી તે માટે તેમનો આભાર અને ધન્યવાદ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું, 'આ કાયદા હેઠળ અન્ય રમખાણ કરનાર પાસેથી સરકારી અને ખાનગી સંપત્તિને થયેલા નુકસાનનું વળતર વસૂલવામાં આવશે. આ સાથે જ રમખાણો અટકાવવા રોકાયેલા સરકારી કર્મચારીઓ અને અન્ય કાર્યો પર થતાં ખર્ચને પણ વસુલવામાં આવશે. દેવભૂમિ ઉત્તરાખંડમાં કોઈને પણ કાયદો વ્યવસ્થા અને રાજ્યના મૂળ સ્વરૂપને બગાડવાની છૂટ નથી. આ કાયદાનો રાજ્યમાં કડકાઈથી અમલ કરાવવામાં આવશે.'
નવા કાયદામાં શું જોગવાઈ છે?
રમખાણો અને આંદોલન દરમિયાન સંપત્તિને નુકસાન પહોંચાડનારની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં દંડ અને જેલની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ રમખાણો નિયંત્રણ પર સરકારી ખર્ચનું વળતર પણ રમખાણ કરનાર દોષિતો પાસેથી વસુલવામાં આવશે. સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવા પર આઠ લાખ સુધીનો દંડ, રમખાણ કરનાર પાસે વળતર વસુલવામાં આવશે. બંધ અને હડતાળ દરમિયાન સંપત્તિને નુકસાન પહોંચાડાશે તો આયોજન કરનાર નેતા પણ તેના માટે જવાબદાર રહેશે. રમખાણ કરનાર પાસેથી વળતર વસુલવાની સાથે સાથે રમખાણ નિયંત્રણનો ખર્ચ પણ વસુલવામાં આવશે. આ વર્ષે ઓગસ્ટમાં ગૈરસૈણ સત્ર દરમિયાન ધામી સરકારે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું અને ધ્વનિ મતે વિધાનસભામાંથી તેને પસાર કરવામાં આવ્યું હતું. આ બિલમાં જાહેર સંપત્તિ જેમાં મકાન, વાહન, રસ્તા વગેરે સામેલ છે.
https://twitter.com/DIPR_UK/status/1836790622021165180?
નેતાઓની જવાબદારી
જો કોઈ આંદોલન અથવા બંધ દરમિયાન સંપત્તિને નુકસાન થાય છે, તો તેના માટે આંદોલનના આયોજકો અથવા નેતાને જવાબદાર ગણવામાં આવશે. તેનાથી ન ફક્ત નુકસાનનું વળતર લેવામાં આવશે પરંતુ વધારાનો દંડ પણ લગાવવામાં આવશે. ગત વર્ષે બનભૂલપુરામાં ઘણી હિંસક ઘટના બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ કાયદો લાવવાની વાત કરી હતી, જેને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ગૈરસૈણ વિધાનસભા સત્ર દરમિયાન ગૃહમાં રજૂ કર્યું હતું. હવે રાજ્યપાલની મંજૂરી બાદ આ બિલ કાયદો બની ચુક્યો છે.
સ્વતંત્ર ટ્રિબ્યુનલનું ગઠન
એક રિટાયર્ડ જિલ્લા ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર ટ્રિબ્યુનલનું ગઠન કરવામાં આવશે. આ ટ્રિબ્યુનલ સિવિલ કોર્ટની સમાન શક્તિઓ સાથે કાર્ય કરશે અને સંપત્તિ ક્ષતિના મામલે સુનાવણી કરશે. તેમાં સંપત્તિ નુકસાનના દાવાની સુનાવણી માટે ત્રણ મહિનાની સમયસીમા રાખવામાં આવી છે.







