ઉંદરોએ ઉડાડી અધિકારીઓની ઉંઘ, અડધી રાત્રે વગાડ્યું બેંકનું ઈમરજન્સી એલાર્મ: પોલીસ પહોંચી ઘટનાસ્થળે
યુપીના હરદોઈ જિલ્લાના શાહબાદમાં ઉંદરોએ અધિકારીઓની ઊંઘ હરામ કરી દીધી હતી. ઉંદર

યુપીના હરદોઈ જિલ્લાના શાહબાદમાં ઉંદરોએ અધિકારીઓની ઊંઘ હરામ કરી દીધી હતી. ઉંદરોએ મધરાતે શાહબાદ બસ સ્ટેન્ડ સ્થિત આર્યાવર્ત ગ્રામીણ બેંકનું ઇમરજન્સી એલાર્મ વગાડી દીધું હતું. રાત્રે ઇમરજન્સી એલાર્મ વાગવાને કારણે આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ આવી પહોંચી હતી.
શું છે સમગ્ર મામલો?
શાહબાદના બસ સ્ટેન્ડ પર સ્થિત આર્યાવર્ત ગ્રામીણ બેંકમાં રાત્રે લગભગ 1 વાગે ઈમરજન્સી એલાર્મ વાગવા લાગ્યું. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બેંકના કેશિયરને બોલાવીને રાત્રે જ બેંક ખોલી હતી. જોકે, બેંકની અંદર કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા ન મળતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
બેંકના કેશિયરે રાત્રે જ આખી બેંકની તપાસ કરતા બધુ બરાબર હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી ખબર પડી કે બેંકમાં ઉંદરોનો આતંક હતો અને તેના કારણે જ ઈમરજન્સી એલાર્મ વાગ્યું હશે. બેંકમાં ચેકીંગ પૂર્ણ થયું ત્યાં સુધી બેંકની બહાર લોકોની ભીડ જામી હતી.
બેંક મેનેજરનું નિવેદન બહાર આવ્યું
આ મામલે બેંકના બ્રાંચ મેનેજર નીતિશ કુકરાડીનું નિવેદન પણ બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે બેંક રાત્રે ખોલવામાં આવી હતી અને તપાસ દરમિયાન બધું બરાબર હોવાનું જાણવા મળ્યું હતું. ઉંદરોને કારણે ઈમરજન્સી એલાર્મ વાગ્યું હતું.








