મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: લોકસભા ચૂંટણીમાં NDA 400 પાર ન થતા રાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષે ગુસ્સામાં તોડી નાખ્યું ટીવી

દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. 400ને પાર કરવાનો ટાર્ગેટ ધરાવતી N

VIDEO: લોકસભા ચૂંટણીમાં NDA 400 પાર ન થતા રાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષે ગુસ્સામાં તોડી નાખ્યું ટીવી

દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. 400ને પાર કરવાનો ટાર્ગેટ ધરાવતી NDA આ ચૂંટણીમાં 300 બેઠક સુધી પણ નથી પહોચી શકી. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. એવામાં ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતા રાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાશરે ભાજપને 400 બેઠકો ન મળતા પોતાના ઘરમાં ટીવી તોડી નાખ્યું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

NDA 400 પાર ન થતા TV તોડ્યું

ભાજપને 400 બેઠકો ન મળતા રાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાશરે એક ટીવી તોડી નાખ્યું હતું. આ પછી તેને આગ લગાડી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં રાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાશર હતાશામાં એક ટીવી તોડતા જોઈ શકાય છે. લોકસભા ચૂંટણીના પરિણામોમાં NDA 400 બેઠકનો આંકડો પાર કરી શકી ન હતી, ત્યારબાદ ગોવિંદ પરાશરે પહેલા ટેલિવિઝન સેટ તોડી નાખ્યો અને પછી આગ લગાવી દીધી.

NDAના ચોંકાવનારા પરિણામોથી ભાજપના સમર્થકો નિરાશ

હાલ NDA 292 બેઠકો પર આગળ છે. આ બીજેપી નેતાઓ અને એક્ઝિટ પોલ દ્વારા આપવામાં આવેલા અંદાજિત આંકડાઓ કરતાં ઘણું ઓછું છે. ઈન્ડિયા એલાયન્સ 234 બેઠકો પર આગળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે પરંતુ તાજેતરની ચૂંટણીમાં NDAના ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા છે. જેના કારણે ભાજપના ઘણા સમર્થકો નિરાશ થયા છે.

આ સમાચાર શેર કરો