મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બળાત્કારના આરોપી આસારામને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન

બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. આસારામન

બળાત્કારના આરોપી આસારામને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન

બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. આસારામને 2013માં બળાત્કારના કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી આસારામ જેલમાં છે. સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. SCએ આસારામને વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો મૂકી છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે બળાત્કાર કેસમાં આસારામ બાપુને વચગાળાના જામીન આપ્યા છે. 2013ના બળાત્કારના કેસને લઈને મેડિકલના આધારે તેમને આ રાહત મળી છે. આસારામને 31મી માર્ચ સુધી જામીન મળ્યા છે. આ સાથે જ SCએ આસારામને વચગાળાના જામીન પર છૂટ્યા બાદ તેમના અનુયાયીઓને ન મળવાનો નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ VIDEO: 'દેશમાં ઘૂસીને અમને માર્યા હતા', પાકિસ્તાનનો ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પર મોટો ખુલાસો

જાન્યુઆરી 2023માં સેશન્સ કોર્ટે આસારામ બાપુને 2013ના રેપ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. ગુના સમયે ગાંધીનગર પાસેના તેમના આશ્રમમાં રહેતી મહિલાએ કેસ દાખલ કરાવ્યો હતો.

જામીન માટે ઘણી વખત આસારામના વકીલોએ કોર્ટમાં અરજીઓ કરી ચૂક્યા છે. કોર્ટ જામીન મુદ્દે સ્પષ્ટપણે કહ્યું કે, માત્ર તબીબી આધારો પર વિચાર કરી શકાય. આ સિવાય કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. કોર્ટે સજા સ્થગિત કરવાની અરજી અગાઉ જ જ ફગાવી દીધી છે. આજે કોર્ટે આસારામને શરતી જામીન આપ્યા છે.

આ સમાચાર શેર કરો