મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઇનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક રામોજી રાવનું નિધન

રામોજી ગ્રુપના ફાઉન્ડર રામોજી રાવનું નિધન થયું છે. શનિવાર સવારે 4.50 વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. રા

ઇનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક રામોજી રાવનું નિધન

રામોજી ગ્રુપના ફાઉન્ડર રામોજી રાવનું નિધન થયું છે. શનિવાર સવારે  4.50 વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. રામોજી રાવનું સ્વાસ્થ્ય બગડતા તેમન 5 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું

કોણ હતા રામોજી રાવ?

Ramoji Raoનું અસલી નામ ચેરૂકુરી રામોજી રાવ હતું. 16 નવેમ્બર 1936માં એક મિડલ ક્લાસ પરિવારમાં જન્મેલા રામોજી રાવે બિઝનેસ અને ફિલ્મની દુનિયામાં ઘણુ કામ ગમાવ્યું છે, તેમને રામોજી ગ્રુપનો પાયો રાખ્યો હતો જેમાં દુનિયાના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી, ઇટીવી નેટવર્ક, ડૉલ્ફિન હોટેલ્સ, માર્ગદર્શી ચિટફંડ અને ઇનાડુ તેલુગુ અખબાર પણ આવે છે.

રામોજી રાવની નેટવર્થ

'નેટવર્થ જ્ઞાન' અનુસાર, રામોજી રાવની સંપત્તિ 4.7 અબજ ડૉલર કરતા પણ વધારે છે જેને રૂપિયામાં બદલીએ તો રકમ 41,706 કરોડ રૂપિયા થાય છે. રામોજી રાવનું એક પ્રોડક્શન હાઉસ પણ છે જેનું નામ ઉષાકિરણ મૂવીઝ છે. આ પ્રોડક્શન હાઉસે કેટલીક સુપરહિટ તેલુગુ ફિલ્મ પણ આપી છે.

આ સમાચાર શેર કરો