રાજસ્થાન: કોંગ્રેસના રાજપૂત નેતા કેસરિયો ખેસ કરશે ધારણ, આ બેઠક પરના તમામ સમીકરણો પણ બદલાશે
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાને હવ

લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાને હવે સાત દિવસ જેટલો સમય બાકી છે ત્યારે રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહી છે તેવામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જતા નેતાની સંખ્યમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસના વધુ એક નેતા કેસરિયો ખેસ ધારણ કરશે.
માનવેન્દ્ર સિંહ 2018માં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા
કોંગ્રેસ નેતા માનવેન્દ્ર સિંહ જસોલ (Manvendra Singh Jasol) આજે બાડમેરમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં વિધિવત રીતે પાર્ટીમાં જોડાશે. ભાજપના આ પગલાથી રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગશે પડશે. આ સાથે બાડમેર લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા રવીન્દ્ર સિંહ ભાટી (Ravindra Singh Bhati)નું ટેન્શન પણ વધશે.
કારણ કે ભાજપમાં પરત ફર્યા પછી જસોલને રાજપૂત સમાજનું સમર્થન મળશે, જેના આધારે ભાટી પોતાની જીત નિશ્ચિત માની રહ્યા હતા. ઉલ્લેખનયી છે કે માનવેન્દ્ર સિંહ જસોલ વર્ષ 2018માં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે તેઓ હવે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફરીથી ભાજપમાં જોડાઈ રહ્યા છે.
રાજપૂત મતો સાથે ભાજપની સંભાવનાઓને થઈ શકે છે મજબૂત
આ વખતે બાડમેર લોકસભા બેઠક પર જોરદાર ટક્કર છે. ભાજપના પૂર્વ નેતા આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમને જનતાનો પૂરો સહયોગ મળી રહ્યો છે અને તેમની સભામાં ભેગી થતી ભીડ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યારે પણ અને જ્યાં પણ તેઓ સભા કરે છે, રસ્તાઓ જામ થઈ જાય છે. આ દ્રશ્ય જોઈને વિરોધ પક્ષોના નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે. આવી સ્થિતિમાં બાડમેરના રાજકીય સમીકરણને બદલવા અને આ લોકસભા બેઠક પર ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન મોદી આજે બાડમેરમાં એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે. માનવેન્દ્રની વાપસી રાજપૂત મતો સાથે ભાજપની સંભાવનાઓને મજબૂત કરી શકે છે.







