VIDEO: ધોધમાર વરસાદથી રાયપુર જળબંબાકાર, અંડરબ્રિજમાં પાણી ભરાયા

છત્તીસગઢના રાયપુરમાં પડેલા ભારે વરસાદને પગલે ગુધિયારી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્

સોર્સ: gstv

છત્તીસગઢના રાયપુરમાં પડેલા ભારે વરસાદને પગલે ગુધિયારી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે અંડરબ્રિજ જાણે નાનકડા તળાવમાં ફેરવાઈ ગયો હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. આ વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ ઉભી થઈ છે. સ્થાનિક રહીશોએ વહીવટી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી છે. વરસાદી સિઝનમાં દર વર્ષે ઉભી થતી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નાગરિકો તંત્રના નક્કર પગલાંની રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત