Video: મહાદેવ સટ્ટાબાજી એપ કેસના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરને ઓમાનથી ભારત લવાયા બાદ સીબીઆઈ દિલ્હીથી રાયપુર લાવી

સૌરભ ચંદ્રાકરની અગાઉ ઓમાનમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને ભારત ડિપોર્ટ કરાયો હતો. દિલ્હીની એક અદાલતે સીબીઆઈને આરોપીના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેના આધારે તેને રાયપુર લાવવામાં આવ્યો છે. આવતીકાલે તેને વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે, જ્યાં સીબીઆઈ દ્વારા તેના વધુ રિમાન્ડની માંગણી કરીને મહાદેવ એપ કેસના અન્ય નેટવર્ક અને નાણાકીય વ્યવહારો અંગે ઊંડી પૂછપરછ કરવામાં આવશે.
જાહેરાત








