મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રેલવેએ લીધો મોટો નિર્ણય, હવે વેઇટિંગ ટિકિટ કેન્સલ કરાવવા પર લાગશે આટલો ચાર્જ

ભારતીય રેલવેમાં દરરોજ લગભગ 3 કરોડ લોકો મુસાફરી કરે છે. ભારતીય રેલવે વિશ્વની

રેલવેએ લીધો મોટો નિર્ણય, હવે વેઇટિંગ ટિકિટ કેન્સલ કરાવવા પર લાગશે આટલો ચાર્જ

ભારતીય રેલવેમાં દરરોજ લગભગ 3 કરોડ લોકો મુસાફરી કરે છે. ભારતીય રેલવે વિશ્વની ચોથી સૌથી મોટી રેલવે વ્યવસ્થા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રેલવેમાં ઘણા ફેરફારો થયા છે. રેલવે દ્વારા અપાતી તમામ સુવિધાઓમાં સુધારો થયો છે. સ્ટેશનોની સ્થિતિમાં પણ સુધારો થયો છે. ટ્રેનોની સ્પીડ પણ વધી છે. આ બધું હોવા છતાં રેલવેના કેટલાક નિયમો એવા હતા, જે લાંબા સમયથી અમલમાં હતા અને આ નિયમોને બદલવાની જરૂર હતી. રેલવે ટિકિટ કેન્સલેશનના ચાર્જ અંગે પણ આવો જ નિયમ હતો. જેના કારણે રેલવેને ઘણી કમાણી થઈ, પરંતુ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. રેલવેએ હવે વેઇટિંગ ટિકિટ કેન્સલેશન ચાર્જ અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે.

આ પણ વાંચોઃ VIDEO: પટના રેલ્વે સ્ટેશન પાસે હોટલમાં ભીષણ આગથી 6 લોકોના મોત, 4 મહિલાઓની હાલત અતિ ગંભીર

ટિકિટ કેન્સલેશન ચાર્જમાં ફેરફાર

ભારતીય રેલવેએ મુસાફરોને મોટી સુવિધા આપતા ટિકિટ કેન્સલેશનને લઈને નવો ફેરફાર કર્યો છે. હવે વેઈટિંગ અને આરએસી ટિકિટ કેન્સલ કરાવવા માટે રેલવે તરફથી કોઈ અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. રેલવે દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર, જો ટિકિટ વેઇટિંગ લિસ્ટ અથવા RACમાં હશે તો સર્વિસ ચાર્જ તરીકે કોઈ વધારાના રૂપિયા લેવામાં આવશે નહીં. નવા નિયમ મુજબ, 60 રૂપિયાની નિશ્ચિત રકમ કાપવામાં આવશે. જ્યારે સ્લીપરમાં 120 રૂપિયાનો ચાર્જ કાપવામાં આવશે. તો થર્ડ એસીની ટિકિટ રદ કરવા પર 180 રૂપિયાનો ચાર્જ કાપવામાં આવશે. સેકન્ડ એસીની ટિકિટ કેન્સલ કરાવવા પર 200 રૂપિયાનો ચાર્જ કાપવામાં આવશે જ્યારે ફર્સ્ટ એસીની કિંમત 240 રૂપિયા હશે.

અગાઉ સર્વિસ ચાર્જ લેવાતો

અગાઉ, રેલવે વેઇટિંગ લિસ્ટ અને આરએસી ટિકિટ અથવા અન્ય ટિકિટો રદ કરવા પર સર્વિસ ચાર્જ અને સુવિધા ફી તરીકે મોટી રકમ વસૂલતી હતી. રેલવેને આ રીતે કરોડોની આવક થતી હતી. જેથી મુસાફરોને નુકશાન થતું હતું, પરંતુ હવે રેલવે દ્વારા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

RTI બાદ લેવાયો નિર્ણય

ગિરિડીહ, ઝારખંડના સુનીલ કુમાર ખંડેલવાલ જે એક સામાજિક કાર્યકર અને RTI કાર્યકર્તા છે. તેમણે આરટીઆઈ દાખલ કરીને ટિકિટ કેન્સલેશન ચાર્જ અંગે ફરિયાદ કરી હતી. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, રેલવે માત્ર ટિકિટ કેન્સલેશન ચાર્જથી કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમણે જણાવ્યું કે, 190 રૂપિયાની ટિકિટ બુક કરાવી હતી. જે વેઇટિંગમાં હતી પરંતુ કેન્સલ થયા બાદ રેલવેએ રિફંડ તરીકે માત્ર 95 રૂપિયા પરત કર્યા. રેલવેના નવા નિર્ણયથી મુસાફરોને સુવિધા મળશે.

આ સમાચાર શેર કરો