રાજકોટમાં રેલવે પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

અવારનવાર સરકારી કર્મચારીઓ દ્વારા લાંચ લેવાના કિસ્સાઓ સામે આવતા હોય છે એવામાં રાજકોટમાંથી પણ આ પ્રકાનો બનાવ સામે આવ્યો છે જેમાં રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. રાજકોટમાં રેલવે વિભાગમાં કામ કરતો પોલીસ હેડ કોન્સ્ટેબલ રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાયો છે.
આ પણ વાંચો : રાજકોટમાં વૃદ્ધ મહિલાઓને ભોળવી લૂંટ મચાવતા બંટી બબલીની થઈ ધરપકડ
ઘટના જાણે એમ હતી કે, રેલવેમાં કામ કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા મોબાઈલ ચોરી કરેલ આરોપીના ભાઈને હેરાન ન કરવા તેમજ ચાર્જશીટ વખતે હેરાનગતિ ન કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. જેને પગલે, રેલવેના કમ્પાઉન્ડમાં જ રૂપિયા 10 હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો હતો. લાંચ લેવાના સમગ્ર મામલે એ.સી.બી. દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ વેલાભાઈ મુંધવા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

