Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rahul-Priyanka Gandhi take to the streets demanding PM MODI's resignation, Opposition protests against police action on students in Delhi

VIDEO:  PM MODIના રાજીનામાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા રાહુલ-પ્રિયંકા ગાંધી, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષનું જોરદાર પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજધાની દિલ્હીમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે (પાર્ટી અધ્યક્ષ), પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ, પવન ખેડા અને અન્ય કોંગ્રેસ નેતાઓએ લોકકલ્યાણ માર્ગ પર વિરોધ પ્રદર્શન કરીને વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તાજેતરમાં બનેલી ઘટનાઓ અને વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને મુદ્દો બનાવીને વિપક્ષી નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.  

App Store

લોકકલ્યાણ માર્ગ તરફ કૂચ કરી રહેલા કોંગ્રેસ નેતાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સરકાર જનતા અને યુવાનોના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

દિલ્હીમાં સોમવારે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પોલીસ એક્શનને લઈને વિપક્ષી પક્ષોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. ઘટનાના વિરોધમાં તમામ વિપક્ષી સાંસદો મંગળવારે બપોરે સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી વિરોધ માર્ચ કાઢશે. આ મોટો નિર્ણય મંગળવારે સવારે વિપક્ષી ફ્લોર લીડર્સની યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વિપક્ષી પક્ષોના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ, સોમવારે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલી કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ પોતાના અવાજને વધુ બુલંદ કરશે. બપોર પછી શરૂ થનારી આ માર્ચમાં તમામ વિપક્ષી પક્ષોના સાંસદો એકજૂથ થઈને ભાગ લેશે અને રાષ્ટ્રપતિ સમક્ષ આ મુદ્દો ઉઠાવશે.

કોકરોચે વિપક્ષને નવું ઇંધણ પુરૂ પાડ્યું

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના ‘સંસદ ચલો’ માર્ચ અને દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ દેશના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. પેપર લીક, પરીક્ષાઓમાં ગોટાળા અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓએ વિખરાયેલા વિપક્ષને એકજૂથ અને આક્રમક થવા માટે એક મોટું હથિયાર આપી દીધું છે. સંસદના મોનસૂન સત્રના પ્રથમ દિવસથી જ સંસદથી લઈને રસ્તા સુધી વિરોધ ઘેરો બનતાં કેન્દ્ર સરકારની ચિંતાઓમાં વધારો થયો છે.

સરકાર બેકફૂટ પર વાટાઘાટોની રજુઆત

CJP ના નેતૃત્વમાં છેલ્લા ત્રણ સપ્તાહથી ચાલી રહેલા આ આંદોલનને શરૂઆતમાં અનદેખું કરવામાં આવી રહ્યું હતું. જોકે, દિલ્હીની સડકો પર હજારો યુવાનોના અણધાર્યા જમાવડા અને જંતર-મંતરથી સંસદ તરફ કૂચ દરમિયાન પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ અને ટીયર ગેસના ઉપયોગથી દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સ્થિતિની ગંભીરતાને જોતાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ CJP ના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી વાટાઘાટોની રજુઆત કરવી પડી હતી, જે દર્શાવે છે કે સરકાર આંદોલનના વધતા પ્રભાવથી દબાણમાં છે.

વિખરાયેલો વિપક્ષ એકજૂથ થયો

મોનસૂન સત્ર પહેલાં વિપક્ષ વિખરાયેલો દેખાતો હતો, પરંતુ વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીએ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (સપા) અને આરજેડી સહિતના પક્ષોને એક પ્લેટફોર્મ પર લાવી દીધા છે.

મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં પેપર લીક અને યુવાનોનો અવાજ દબાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રિયંકા ગાંધી વાડ્રાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "સંસદ દેશના બાળકોની છે, કોઈની જાગીર નથી."
સમાજવાદી પાર્ટીનો મોરચો: ડિમ્પલ યાદવની આગેવાનીમાં સપાના સાંસદોએ 'નીટ છે કે ચીટ છે' ના પ્લેકાર્ડ્સ સાથે સંસદ ભવનથી જંતર-મંતર સુધી માર્ચ કરી હતી. ડિમ્પલ યાદવની અટકાયત બાદ અખિલેશ યાદવે પોલીસ એક્શનની આકરી ટીકા કરી હતી.
ચંદ્રશેખર આઝાદના ધરણાં: સંસદસભ્યો અને અન્ય નેતાઓ પણ પ્રદર્શનકારીઓના સમર્થનમાં ધરણાં પર બેસી ગયા છે.
વિપક્ષ હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને પેપર લીક અંગે સંસદમાં વિગતવાર ચર્ચાની માંગ પર મક્કમ છે.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News