VIDEO : PM Modiના વીઆઈપી બંદોબસ્ત દરમિયાન રિલ્સ બનાવવી ભારે પડી, TRB જવાન સસ્પેન્ડ
સોર્સ : gstv
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીઆઈપી બંદોબસ્ત દરમિયાન રિલ્સ બનાવી સોશિયલ મીડિયા પર અંડર કવર ઓફિસર હોવાની ડંફાસ મારવી ટીઆરબી જવાન પ્રભાતસિંહ ખુમાનસિંહને ભારે પડી છે. વીડિયો વાયરલ થતા જ ટ્રાફિક ડીસીપીએ આ ગંભીર શિસ્તભંગ બદલ તાત્કાલિક અસરથી જવાનને ફરજ પરથી ડિસમિસ કરવાનો આદેશ કર્યો છે. ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સુરક્ષા અને શિસ્ત બાબતે આવું કોઈ પણ કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

