VIDEO : 'PM MODIના ચરિત્રની હકિકત એપસ્ટિન ફાઈલમાં છે', પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધીના આરોપ
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આયોજિત એક જાહેર સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા અને ગંભીર આક્ષેપો કર્યા છે. સામાન્ય રીતે રાજ્યની ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓ ગરમાતા હોય છે, પરંતુ રાહુલ ગાંધીએ સ્થાનિક પ્રશ્નોને બદલે વડાપ્રધાનના ચરિત્ર અને કેન્દ્ર સરકારની નીતિઓને નિશાન બનાવતા નવો વિવાદ છેડાયો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીનું ચારિત્ર્ય એપ્સ્ટિન ફાઈલમાં છુપાયેલું છે. તમે એનું નામ સાંભળ્યું છે ને. રાહુલ ગાંધીએ વડાપ્રધાનની છબીને લઈને 'એપ્સટાઈન' (Epstein) જેવા સંદર્ભોનો ઉપયોગ કરીને આક્રમક વલણ અપનાવ્યું હતું.

