મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડમાં અટવાયું, કોંગ્રેસે PM મોદીને જવાબદાર ગણાવ્યા 

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડના ગોડ્ડામાં અટવાયું છે. ATC

રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડમાં અટવાયું, કોંગ્રેસે PM મોદીને જવાબદાર ગણાવ્યા 

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડના ગોડ્ડામાં અટવાયું છે. ATCની મંજૂરીના અભાવે રાહુલનું હેલિકોપ્ટર અડધો કલાક ગોડ્ડામાં ઊભું રહ્યું હતું. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીની સભાને કારણે રાહુલના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી.

રાહુલનું હેલિકોપ્ટર ગોડ્ડાના બેલબદ્દા ખાતે રોકાયું છે. કોંગ્રેસ ધારાસભ્યએ હેલિકોપ્ટર માટે મંજૂરી ન મળવા પર ભાજપ પર નિશાન સાધ્યું છે. ધારાસભ્યએ તેને ભાજપની ખોટી નીતિ ગણાવી છે.
ગોડ્ડામાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટર ઉભા હોવાના ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો : ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી, જાણો સમગ્ર મામલો

રાહુલ ગાંધી હેલિકોપ્ટરની અંદર બેઠા છે અને ગોડ્ડાથી નીકળવાની રાહ જોઈ રહ્યા છે. રાહુલ ગાંધીની સુરક્ષા માટે તૈનાત કર્મચારીઓ પણ હેલિપેડની આસપાસ ઉભા છે.

ઝારખંડમાં 20મી નવેમ્બરે મતદાનઃ

ઝારખંડમાં તમામ રાજકીય પક્ષો હાલમાં ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે થયું હતું, જેમાં 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન થયું હતું. હવે બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થવાનું છે, જેમાં 38 બેઠકો પર મતદાન થશે.

કલ્પના સોરેને પણ આક્ષેપ કર્યો હતો

તાજેતરમાં જ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના ધારાસભ્ય અને મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેને પણ આવો જ આરોપ લગાવ્યો હતો. વિધાનસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે તેમણે કહ્યું હતું કે તેમના હેલિકોપ્ટરને ઉડાવવાની પરવાનગી આપવામાં આવી નથી. લાતેહારમાં એક ચૂંટણી રેલીને ફોન પર સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, 'ઝારખંડના લોકો જોઈ રહ્યા છે કે કેવી રીતે કેન્દ્ર અને બીજેપીના ઈશારે ઝારખંડના લોકોનું અપમાન થઈ રહ્યું છે.'

આ સમાચાર શેર કરો