Video: ટાટા સન્સના વિવાદમાં રાહુલ ગાંધીની એન્ટ્રી

દેશની અગ્રણી કંપની ટાટા સન્સમાં ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિને લઈને વિવાદ વકર્યો છે..હવે આ વિવાદમાં રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ છે. તેમણે PM મોદી અને અમિત શાહ પર ભારતીય વ્યવસાયોને રમકડાંની જેમ ગણવાનો આરોપ મુક્યો છે. રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરી મોદી-શાહ પર ભારતીય વ્યવસાયોને રમકડાં ગણવાનો આરોપ લગાવ્યો..રાહુલ ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઉદ્યોગજગતના નેતાઓ બોલતાં ડરે છે. એક્સ પર શેર કરેલી પોસ્ટમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ટાટાને ગુનાહિત રીતે નષ્ટ કરવામાં આવી રહ્યું છે અને આ મામલે ઉદ્યોગજગતના નેતાઓની બોલતી કેમ બંધ છે તે અંગે પણ તેમણે સવાલ કર્યો છે..રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે તમે કેટલા સમય મૌન રહેશો ? જ્યાં સુધી તેઓ તમારા માલિક ન બની જાય ત્યાં સુધી ? ટાટા ગ્રુપમાં વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ સામે વાંધો ઉઠાવ્યો. તેમણે આ નિર્ણયને મંજૂરી આપનારી બોર્ડ બેઠકમાં પ્રક્રિયાગત અનિયમિતતાનો આરોપ લગાવ્યો અને ઠરાવની માન્યતા પર સવાલ ઉઠાવ્યો હતો. નોએલ ટાટાના જણાવ્યા અનુસાર આર્ટિકલ 118 હેઠળ કોઈ પસંદગી સમિતિની રચના કરવામાં આવી નહોતી અને આવી સમિતિની ભલામણ પણ બોર્ડ સમક્ષ મૂકવામાં આવી નહોતી.






