મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભામાં વિપક્ષના નેતા બનશે રાહુલ ગાંધી, પ્રોટેમ સ્પીકરને મોકલવામાં આવ્યું નામ

18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થયું છે. આવતીકાલે આઝાદી પછી પહેલીવાર સ્પીકર માટે થશે ચૂંટણ

લોકસભામાં વિપક્ષના નેતા બનશે રાહુલ ગાંધી, પ્રોટેમ સ્પીકરને મોકલવામાં આવ્યું નામ

18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થયું છે. આવતીકાલે આઝાદી પછી પહેલીવાર સ્પીકર માટે થશે ચૂંટણી થશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. જેમાં આ બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા અંગે વિચારણા કરવામાં આવી હતી. જેના પગલે પ્રોટેમ સ્પીકરને નામ મોકલવામાં આવ્યું છે. પરિણામે હવે 18મી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બનશે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે. કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને જાણકારી આપી છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હશે. 

શપથ લેવા માટે રાહુલ ગાંધી પોતાની સાથે બંધારણની કોપી લઈને આવ્યા હતા

તમને જણાવી દઈએ કે, સાંસદ તરીકે શપથ લેવા માટે રાહુલ ગાંધી પોતાની સાથે બંધારણની કોપી લઈને આવ્યા હતા. આ દરમિયાન તેમણે સત્તાધારી પક્ષને બંધારણની નકલ બતાવી અને લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા. સાંસદ તરીકે શપથ લેતી વખતે રાહુલ ગાંધીએ એક હાથમાં બંધારણની કોપી પણ પકડી હતી. રાહુલ ગાંધી યુપીની રાયબરેલી બેઠક પરથી સાંસદ છે.

આ સમાચાર શેર કરો