મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણા ચૂંટણીને લઇને મોટું નિવેદન આપ્યું છે. રાહુલ

રાહુલ ગાંધીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણા ચૂંટણીને લઇને મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ હરિયાણા ચૂંટણીના પરિણામ પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક વિધાનસભા વિસ્તારમાંથી ફરિયાદો મળી છે. ચૂંટણી પંચને જાણ કરીશું.

ચૂંટણીના પરિણામો પર રાહુલ ગાંધીનું નિવેદન

રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. ઘણા વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો વિશે ચૂંટણી પંચને જાણ કરીશું. તેમના સમર્થન માટે અને અમારા બબ્બર શેરના કાર્યકરોને તેમના અથાક કાર્ય માટે હૃદયપૂર્વક આભાર.હકનો, સામાજિક અને આર્થિક ન્યાયનો, સત્ય માટે આ સંઘર્ષ ચાલુ રાખીશું અને તમારો અવાજ ઉઠાવતા રહીશું. જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામો પર પણ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે.

કોંગ્રેસનો હરિયાણા ચૂંટણીને લઇને શું છે આરોપ?

કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ હરિયાણાના ચૂંટણીના પરિણામ પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. જયરામ રમેશે તંત્રની જીત ગણાવી હતી. મીડિયા સાથે વાત કરતા જયરામ રમેશે કહ્યું કે હરિયાણા ચૂંટણીના પરિણામ અમને અસ્વીકાર્ય છે કારણ કે આ લોકતંત્રની હાર થઇ છે અને તંત્રની જીત થઇ છે. પવન ખેડાએ તો એક પગલું આગળ વધતા EVMમની બેટરી પર સવાલ ઉઠાવ્યા હતા. પવન ખેડાએ કહ્યું કે હિસાર, મહેન્દ્રગઢ અને પાનીપત જિલ્લામાં સતત ફરિયાદો આવી રહી છે કે EVMની બેટરી 99% હતી. આ જગ્યાઓ પર કોંગ્રેસને હરાવનારા પરિણામ આવ્યા. અમે તમામ ફરિયાદોને લઇને ચૂંટણી પંચ પાસે જઇશું.

હરિયાણા ચૂંટણીનું પરિણામ

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસને 37 બેઠક મળી હતી. INLD 2 બેઠક જ્યારે અપક્ષના ઉમેદવાર 3 બેઠક પર જીત્યા છે. ભાજપ હરિયાણામાં સતત ત્રીજી વખત જીતની હેટ્રિક લગાવવામાં સફળ રહ્યું છે.

આ સમાચાર શેર કરો