રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર મોટો આરોપ, 14 કરોડ મતદારોને બિનમતદાર ગણાવાયા હોવાનો દાવો

રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર મોટો આરોપ, 14 કરોડ મતદારોને બિનમતદાર ગણાવાયા હોવાનો દાવો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

હૈદરાબાદમાં યોજાયેલી 'ભારત સમિટ'માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણીની વિશ્વસનીયતા અને દેશની લોકશાહી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ચૂંટણી પંચ પર આરોપ મૂક્યો કે 14 કરોડ મતદારોને અસ્તિત્વવિહોણા અથવા બિનમતદારો ગણવામાં આવ્યા છે. જો આટલા મતદારોના મત ગેરકાયદેસર ગણાય તો ચૂંટણીની કાયદેસરતા કેવી રીતે જળવાય, એવો સવાલ તેમણે કર્યો હતો.

"રાજકીય અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું"

જાહેરાત

રાહુલ ગાંધીએ 2014ની ચૂંટણીથી રાજકીય વ્યવસ્થામાં આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કરતા ભાજપની સંપત્તિ એક દાયકામાં 11 ગણી વધ્યાનો દાવો કર્યો. તેમના મતે રાજકીય અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. તેમણે કહ્યું કે ફાસીવાદી માનસિકતા ધરાવતા લોકો ઊંચા અવાજે બોલે છે, જ્યારે બહુમતી શાંતિથી સાંભળે છે અને સંવેદનશીલ રહે છે.

"વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષને મોટું નુકસાન થયું"

મહારાષ્ટ્રની ચૂંટણીનું ઉદાહરણ આપતા તેમણે દાવો કર્યો કે, લોકસભા ચૂંટણીમાં જીત્યા પછી માત્ર ત્રણ મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષને મોટું નુકસાન થયું હતું. બંને ચૂંટણીઓમાં લગભગ સમાન મત મળ્યા હોવા છતાં સિત્તેર લાખ નવા મતદારો ઉમેરાયા અને બધાએ ભાજપને મત આપ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો. અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાઓ બની હોવાનો તેમણે દાવો કર્યો.

ભારતમાં લોકશાહીની સંરચના નબળી પડી: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયાના અભ્યાસ પછી તેમને લાગે છે કે ભારતમાં લોકશાહીની સંરચના નબળી પડી છે. તેમના મતે આ પરિવર્તન માત્ર રાજકીય વ્યવસ્થા પૂરતુ મર્યાદિત નથી, પણ તેની અસર આર્થિક માળખા પર પણ પડી છે. તેમણે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં અગાઉ સફળ રહેલા આર્થિક મોડેલને નિષ્ફળ ગણાવી વર્તમાન વ્યવસ્થા વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી.

આ સમાચાર શેર કરો

જાહેરાત