'રાહુલ ગાંધી દેશદ્રોહી', ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાના કોંગ્રેસ પર પ્રહાર
કોંગ્રેસ પાર્ટી સતત સંસદમાં અદાણીના મુદ્દાને લઇને કેન્દ્રને ઘેરવાના પ્રયાસમાં લાગ

કોંગ્રેસ પાર્ટી સતત સંસદમાં અદાણીના મુદ્દાને લઇને કેન્દ્રને ઘેરવાના પ્રયાસમાં લાગેલી છે. આ વચ્ચે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. સંબિત પાત્રાએ કહ્યું કે તમે બધા જોઇ રહ્યાં છો કે સંસદમાં શું થઇ રહ્યું છે. દેશની અર્થવ્યવસ્થાને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારતના શેર માર્કેટને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.સંબિત પાત્રાએ કહ્યું કે ભારતના ઉદ્યોગપતિને ટાર્ગેટ કરવામાં આવે છે. કેટલીક તાકાતો ભારતને તોડવાના પ્રયાસમાં લાગેલી છે.
રાહુલ ગાંધી દેશદ્રોહી
ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, રાહુલ ગાંધી સંસદના સભ્ય છે. LOP રાહુલ ગાંધી દેશદ્રોહી છે. જોર્જ સોરોસ ઓપન સોસાયટીને ફંડિંગ કરે છે. આ દેશ વિરૂદ્ધ પ્રોપગેન્ડા ફેલાવે છે. આ મુદ્દો ગંભીર છે. દેશની એકતાનો મુદ્દો છે. કેટલીક તાકાતો ભારતને તોડવા માંગે છે. ફ્રેન્ચ ન્યૂઝ પેપર મીડિયાએ તેનો ખુલાસો કર્યો છે. રાહુલ ગાંધી પણ જોર્જ સોરોસને મળેલા છે.
અદાણી મુદ્દા પર વિપક્ષી સાંસદોએ કર્યો હતો વિરોધ પ્રદર્શન
આ પહેલા વિપક્ષી સાંસદોએ અદાણી મુદ્દા પર સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ સાંસદોએ 'મોદી અદાણી એક હે' નારા લખેલા જેકેટ પહેરેલા હતા. વિપક્ષ અબજપતિ ગૌતમ અદાણી વિરૂદ્ધ આરોપોની JPC તપાસની માંગ કરી રહ્યું છે.
આ પણ વાંચો: 'મોદી-અદાણી એક હે સેફ હે', સંસદ પરિસર બહાર સતત બીજા દિવસે કોંગ્રેસનું પ્રદર્શન
કોંગ્રેસે પણ સાધ્યુ નિશાન
કોંગ્રેસ સાંસદ અને મહાસચિવ (સંગઠન) કે.સી.વેણુગોપાલે કહ્યું, 'આ દેશમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે અને સરકાર તેના પર ચર્ચા કરવા માટે તૈયાર છે, તે અદાણીનું નામ સાંભળવા તૈયાર નથી. અમે દેશને જણાવવા માંગીએ છીએ કે આ સૌથી મોટો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે પરંતુ સદન તેના પર ચર્ચા માટે તૈયાર નથી.'








