મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા પર સવાલ, ગુમાવી શકે છે સંસદ પદ!કોર્ટમાં આ તારીખે થશે સુનાવણી

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે.

રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા પર સવાલ, ગુમાવી શકે છે સંસદ પદ!કોર્ટમાં આ તારીખે થશે સુનાવણી

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામિની રાહુલ ગાંધીની નાગરિકતાને લઇને દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેના પર કોર્ટ સુનાવણી માટે તૈયાર થયું છે. કોર્ટ 26 સપ્ટેમ્બરે સુબ્રમણ્યમ સ્વામિની રિટ પિટિશન પર સુનાવણી કરશે.  મહત્ત્વપૂર્ણ છે કે સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટનની નાગરિકતા છે અને તેમની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે.

રાહુલ ગાંધીના નાગરિકતા પર પહેલા પણ સવાલ ઉઠાવી ચુક્યા છે સુબ્રમણ્મય સ્વામી

સુબ્રમણ્યમ સ્વામી પ્રથમ વખત રાહુલ ગાંધીની નાગરિકતાને લઇને સવાલ નથી ઉઠાવ્યા. 2015માં પણ આ મુદ્દા પર સુબ્રમણ્યમ સ્વામીએ અવાજ ઉઠાવ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક ગણાવતા સંસદ સભ્ય અને ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ કરી હતી.2016માં પણ ભાજપ સાંસદ મહેશ ગિરીએ રાહુલ ગાંધીની નાગરિકતાને લઇને સ્પીકરને પત્ર લખ્યો હતો અને કોંગ્રેસ સાંસદની સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ કરી હતી. જે બાદ આ કેસને એક સમિતિ પાસે તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. બાદમાં રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું હતું કે તેમની છબીને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

રાહુલ ગાંધીની નાગરિકતા પર કેમ સવાલ ઉભા થયા

સુબ્રમણ્યમ સ્વામી લાંબા સમયથી આરોપ લગાવી રહ્યાં છે કે રાહુલ ગાંધીએ બ્રિટનની એક કંપનીમાં ડાયરેક્ટર તરીકે પોતાની નાગરિકતા બ્રિટિશ ગણાવી છે. ભારતમાં ડબલ નાગરિકતાનો નિયમ નથી. ભારતનો કોઇ નાગરિક જેવો જ કોઇ બીજા દેશની નાગરિકતા લે છે, તેની ભારતીય નાગરિકતા ખતમ થઇ જાય છે. એવામાં સુબ્રમણ્યમ સ્વામીનો સવાલ છે કે જો રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે તો તેમની પાસે ભારતીય નાગરિકતા કેમ છે? જો રાહુલ ગાંધી ભારતીય નાગરિક છે જ નહીં તો તે ચૂંટણી કેવી રીતે લડી શકે છે અથવા કોઇ બંધારણીય પદ કેવી રીતે મેળવી શકે છે?

આ સમાચાર શેર કરો