રાહુલ ગાંધીનો પીએમ મોદી પર પલટવાર, અદાણી-અંબાણી મુદ્દે કહી આ વાત...
લોકસભા ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. તેમણે તે

લોકસભા ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. તેમણે તેલંગાણાના કરીમનગરથી રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, ‘આખરે શું કારણ છે કે, શહજાદાએ અદાણી-અંબાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. શું ટેમ્પો ભરીને માલ મળી ગયો છે?’
પીએમ મોદીએ પૂછ્યું, ‘કોંગ્રેસના શહેજાદા છેલ્લા 5 વર્ષથી સવારે ઉઠતાની સાથે અદાણી-અંબાણીની માળા જપતા હતા. હવે શું થયું? ડીલ થઈ ગઈ, કેટલા રૂપિયા મળ્યા, રાતોરાત તમે ગાળો આપવાનું કેમ બંધ કરી નાખ્યું?’
રાહુલ ગાંધીએ કર્યો પલટવાર
https://twitter.com/RahulGandhi/status/1788197781380993371
પીએમ મોદીના પ્રહારો વચ્ચે રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કર્યો છે, જેમમાં તેઓ પીએમ મોદી પર પલટવાર કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેઓ કહે કે, મોદી જી, તમે થોડા ગભરાઈ ગયા શું? સામાન્ય રીતે તમે બંધ બારણાંમાં અદાણી-અંબાણી વિશે વાત કરો છો, પહેલી વખત તમે પબ્લિકમાં અદાણી-અંબાણી કહ્યું. અને તમને એ પણ ખબર છે કે તેઓ ટેમ્પોમાં રૂપિયા મોકલે છે, શું આ તમારો પર્સનલ એક્સપિરિયન્સ છે? એક કામ કરો CBI અને EDન તેમની પાસે મોકલોને. સંપૂર્ણ માહિતી મેળવો, તપાસ કરાવો. જલ્દી કરાવો.’






