મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'આરોપીને બચાવવાનો પ્રયાસ', રાહુલ ગાંધીએ કોલકાતા રેપ-મર્ડર કેસમાં તોડ્યું મૌન

કોલકાતાની એક હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે થયેલ બળાત્કાર અને હત્યાના મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાં

'આરોપીને બચાવવાનો પ્રયાસ', રાહુલ ગાંધીએ કોલકાતા રેપ-મર્ડર કેસમાં તોડ્યું મૌન

કોલકાતાની એક હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે થયેલ બળાત્કાર અને હત્યાના મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મૌન તોડ્યું છે. રાહુલ ગાંધીએ આ મામલે પ્રતિક્રિયા આપતાં બુધવારે એક્સ પર એક પોસ્ટ લખી. જેમાં કહ્યું કે, આરોપીઓને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ સાથે તેમણે હાથરસ, ઉન્નાવ અને કઠુઆમાં થયેલી યૌન ઉત્પીડનની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો. આ રીતે મમતા બેનર્જી સિવાય તેમણે ભાજપ શાસિત રાજ્યોની સરકારોને પણ ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, 'કોલકત્તામાં એક જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘૃણાસ્પદ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે. તેની સામે આચરેલી ક્રૂર અને અમાનવીય કૃત્યોનો જે રીતે પર્દાફાશ થઈ રહ્યો છે, તેના કારણે સમગ્ર દેશમાં ડોક્ટર સમુદાય અને મહિલાઓમાં અસુરક્ષાનું વાતાવરણ છે. પીડિતાને ન્યાય આપવાને બદલે આરોપીને બચાવવાનો પ્રયાસ હોસ્પિટલ અને સ્થાનિક વહીવટીતંત્ર પર ગંભીર સવાલો ઉભા કરે છે.

રાહુલ ગાંધી આગળ લખે છે કે આ ઘટનાએ આપણને એ વિચારવા મજબૂર કરી દીધા છે કે જો મેડિકલ કોલેજ જેવી જગ્યાએ ડોક્ટરો સુરક્ષિત નથી તો માબાપે પોતાની દીકરીઓને વિદેશમાં ભણવા માટે કયા આધારે વિશ્વાસ કરવો જોઈએ?

રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે, નિર્ભયા કેસ બાદ બનેલા કડક કાયદાઓ છતાં પણ આવા ગુનાઓને રોકવામાં કેમ નિષ્ફળ જાય છે? હાથરસથી ઉન્નાવ સુધી અને કઠુઆથી કોલકાતા સુધી દરેક ઘટના બાબતે દરેક પક્ષ, દરેક પાર્ટી, દરેક લોકોએ ગંભીર ચર્ચા માટે એકસાથે આવવું પડશે. મહિલાઓ વિરુદ્ધ સતત વધી રહેલી ઘટનાઓ પર નક્કર પગલાં લેવા પડશે. આ અસહ્ય દુઃખમાં હું પીડિત પરિવાર સાથે છું. તેમને દરેક પરિસ્થિતિમાં ન્યાય મળવો જોઈએ અને ગુનેગારોને એવી સજા મળવી જોઈએ જે સમાજમાં ઉદાહરણરૂપ બને. 

જણાવી દઈએ કે આ મામલે રાહુલ ગાંધીના મૌન પર સવાલો ઉઠી રહ્યા હતા. હવે તેમણે મમતા બેનર્જી પર સવાલ કરીને વિપક્ષને શાંત પાડ્યા છે.

આ સમાચાર શેર કરો