અમેઠી-રાયબરેલીથી રાહુલ-પ્રિયંકા ગાંધી લડી શકે છે લોકસભા ચૂંટણી, અયોધ્યામાં રામલલાના દર્શન બાદ ભરશે નોમિનેશન ફોર્મ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેઠીથી લોકસભા ચૂંટણી લડી શકે છે. તે એક મેએ નોમિનેશન ફોર્મ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેઠીથી લોકસભા ચૂંટણી લડી શકે છે. તે એક મેએ નોમિનેશન ફોર્મ ભરી શકે છે.જોકે, હજુ સુધી ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. પ્રિયંકા ગાંધી પણ રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડી શકે છે.
અમેઠી અને રાયબરેલી બેઠક પર 26 એપ્રિલથી નોમિનેશન ફોર્મની પ્રક્રિયા શરૂ થશે. અયોધ્યામાં રામલલાના દર્શન બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નોમિનેશન ફોર્મ ભરી શકે છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ માટે આ બન્ને બેઠક મહત્ત્વની છે.
અમેઠી-રાયબરેલીથી કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા નથી
કોંગ્રેસ માટે હજુ સુધી અમેઠી અને રાયબરેલી બેઠક માથાનો દુખાવો બની ગઇ છે. આ બન્ને બેઠક પર કોંગ્રેસ હજુ સુધી કોઇ ઉમેદવારનું નામ નક્કી કરી શકી નથી. બન્ને નેતા સૌથી મોટા રણમાં ચૂંટણી મેદાનમાં સંઘર્ષ કરતા જોવા મળશે. અમેઠીથી રાહુલ ગાંધી 2019માં લોકસભા ચૂંટણી હારી ગયા હતા. રાહુલ ગાંધીને ભાજપના નેતા સ્મૃતિ ઇરાનીએ હરાવ્યા હતા. જોકે, રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી જીતીને સંસદ પહોંચ્યા હતા.
રાહુલ ગાંધી બે બેઠક પરથી લડી શકે છે લોકસભા ચૂંટણી
રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક પરથી નોમિનેશન ફોર્મ ભરી દીધુ છે. હવે ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી પણ કોંગ્રેસના નેતા ચૂંટણી લડી શકે છે.પ્રિયંકા ગાંધીનું લોકસભા ચૂંટણીમાં ડેબ્યૂ હશે. પ્રિયંકા ગાંધીએ આ પહેલા કોઇ ચૂંટણી લડી નથી.







