Video: સરકારી શાળાઓના સમર્થનમાં વિરોધ

સોર્સ: gstv

કર્ણાટકના બેંગલુરુમાં સરકારી શાળાઓ બંધ કરવાના કથિત નિર્ણયના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. રાજ્ય સરકારના આ પગલાના વિરોધમાં પ્રદર્શનકારીઓએ માનવ સાંકળ બનાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન સરકારી શાળાઓને ચાલુ રાખવાની માગ સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં જમાત-એ-ઇસ્લામી હિન્દ બેંગલુરુના મહાસચિવ મોહમ્મદ યુસુફ કન્ની અને વુમન ઇન્ડિયા મૂવમેન્ટ કર્ણાટકના રાજ્ય ખજાનચી એડવોકેટ હિના એજાઝ ઉપસ્થિત રહ્યાં હતાં. બંનેએ સરકારી શાળાઓ બંધ થવાના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત