Video: બાળલગ્ન વિરુદ્ધ જાગૃતિ

દિલ્હીમાં બાળલગ્ન વિરુદ્ધના પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસની પૂર્વસંધ્યાએ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુર ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળલગ્ન જેવી સામાજિક સમસ્યા સામે જાગૃતિ ફેલાવવાનો અને તેના નિવારણ માટે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રસંગે બાળલગ્ન નાબૂદી બાળકોના અધિકારો અને શિક્ષણના મહત્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બાળલગ્ન મુક્ત સમાજના નિર્માણ માટે સરકાર અને સમાજની સહભાગિતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
જાહેરાત












