મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: રાયચૂરમાં ચૂંટણી પંચ સામે વિરોધ

રાયચૂરમાં ચૂંટણી પંચ સામે વિરોધ — સોર્સ: gstv

કર્ણાટકના રાયચૂરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાને રદ્દ કરવા અને મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિરોધકર્તાઓ અને કોંગ્રેસ કાર્યકરોનો આક્ષેપ છે કે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયા દરમિયાન મતદાતા યાદીમાંથી કાયદેસરના નાગરિકોના નામો ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવ્યા છે. લોકશાહી અને મતાધિકારની રક્ષા માટે યોજાયેલા આ દેખાવોમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો SIR પ્રક્રિયા તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે અને રદ્દ થયેલા નામો ફરી ઉમેરવામાં નહીં આવે, તો સમગ્ર રાજ્યમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો