મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી,રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસ કોને બનાવશે ઉમેદવાર

અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. સુત્રો અનુસાર રા

પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી,રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસ કોને બનાવશે ઉમેદવાર

અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. સુત્રો અનુસાર રાહુલ ગાંધી અમેઠી નહીં પણ રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે. પ્રિયંકા ગાંધીના ચૂંટણી રણમાં ઉતરવાની યોજના નથી.

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠક માટે પાર્ટીના ઉમેદવારના નામ કેટલાક દિવસમાં જાહેર કરવામાં આવશે. સુત્રો અનુસાર, કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને ધારાસભ્ય દળના નેતા અરાધના મિશ્રાએ નેતૃત્વને આગ્રહ કર્યો હતો કે અમેઠીથી રાહુલ ગાંધી અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચૂંટણીલ ડવી જોઇએ.

રાહુલ ગાંધી અમેઠીના સાંસદ રહી ચુક્યા છે

રાહુલ ગાંધી 2004થી 2019 સુધી અમેઠી લોકસભા બેઠકના સભ્ય રહી ચુક્યા છે. વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે જ્યાં શુક્રવારે મતદાન પૂર્ણ થયું છે.

બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ વખતે રાયબરેલીથી ચૂંટણી ના લડવાનો નિર્ણય કર્યો હતો અને તે રાજસ્થાનથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા. સોનિયા ગાંધીએ બે દાયકા સુધી રાયબરેલી લોકસભા વિસ્તારનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. એવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવે છે કે પ્રિયંકા ગાઁધી આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. 

આ સમાચાર શેર કરો