મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડશે!, પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી બની શકે છે ઉમેદવાર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની એક બેઠક છોડવા પર પ્રિયંકા ગાંધી વાયનાડથી લોકસભાના ઉ

રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડશે!, પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી બની શકે છે ઉમેદવાર

 કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની એક બેઠક છોડવા પર પ્રિયંકા ગાંધી વાયનાડથી લોકસભાના ઉમેદવાર બની શકે છે. રાહુલ ગાંધીએ રાયબરેલી અને વાયનાડ બન્ને બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી છે. એવામાં પાર્ટી પ્રિયંકા ગાંધીને ઓછા મતથી જીતેલી વાયનાડ બેઠક પર ચૂંટણી મેદાનમાં ઉતારીને મોટો દાવ રમી શકે છે.

લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને પુત્ર સોપવા જેવા નિવેદન બાદથી નક્કી માનવામાં આવે છે કે રાહુલ ગાંધી રાયબરેલીની બેઠક પોતાની પાસે રાખશે. સોનિયા ગાંધીએ બેઠકને પરિવારની 121 વર્ષની પરંપરા પણ ગણાવી હતી. એવામાં માનવામાં આવે છે કે રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ બન્યા રહી શકે છે અને વાયનાડ બેઠક છોડી શકે છે.

14 દિવસની અંદર કરવાનો હોય છે નિર્ણય

નિયમ અનુસાર, જ્યારે કોઇ ઉમેદવાર ચૂંટણીમાં બે બેઠક પરથી ચૂંટણી લડે છે અને બન્ને પર જીત મેળવે છે તો તેને પરિણામ આવવાના 14 દિવસની અંદર એક બેઠક છોડવી પડે છે. એવામાં માનવામાં આવે છે કે રાહુલ ગાંધી આગામી ત્રણ દિવસમાંથી કોઇ પણ સમયે  વાયનાડ બેઠક છોડવાની જાહેરાત કરી શકે છે. વાયનાડ બેઠકને લઇને નિર્ણય ભલે પછી થાય પરંતુ પ્રિયંકા ગાંધી ફ્રન્ટ રનર છે.

રાયબરેલીમાં રાહુલ ગાંધીએ મેળવી મોટી જીત

આ વખતે લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ વાયનાડની સાથે સાથે રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી હતી. ચૂંટણીમાં બન્ને જગ્યાએ રાહુલ ગાંધીની જીત થઇ છે. વાયનાડની તુલનામાં રાહુલ ગાંધી રાયબરેલીમાં મોટા અંતરથી જીત્યા હતા. રાયબરેલીમાં રાહુલ ગાંધીને 3,90,030 મતથી તો વાયનાડમાં 3,64,422 મતથી જીત મેળવી હતી. રાહુલ ગાંધી માટે રાયબરેલીમાં જીત એટલા માટે પણ મોટી માનવામાં આવે છે કારણ કે ગત વખતની ચૂંટણીમાં આ બેઠક સાથે જોડાયેલી અમેઠી બેઠક પર તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

સોનિયા ગાંધી ખસ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી

આ ચૂંટણી પહેલા રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી સાંસદ હતા. 2004થી 2019 સુધી સોનિયા ગાંધી સતત આ બેઠક જીતતા રહ્યાં અને સંસદમાં પહોંચતા રહ્યાં હતા. 2024 લોકસભા ચૂંટણી પહેલા સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ બન્યા હતા. એવામાં ચૂંટણીમાં પાર્ટીએ અહીંથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો અને સફળતા પણ મળી હતી.

બીજી તરફ વાયનાડની બેઠક 2019થી રાહુલ ગાંધી પાસે છે. આ વખતની ચૂંટણીમાં પણ વાયનાડની જનતાએ રાહુલ ગાંધીનો સાથ આપ્યો અને જીત અપાવી હતી. જીત મેળવ્યા બાદ રાહુલ ગાંધીએ તાજેતરમાં વાયનાડનો પ્રવાસ પણ કર્યો હતો અને જીત માટે જનતાનો આભાર માન્યો હતો.

આ સમાચાર શેર કરો