VIDEO : વડાપ્રધાન મોદીને મળ્યા રાષ્ટ્રપતિ પુતિન, જાણો રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (22 ઑક્ટોબર) કાઝાનમાં BRICS

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (22 ઑક્ટોબર) કાઝાનમાં BRICS સમિટ 2024માં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદી બ્રિક્સ સભ્ય દેશોના પોતાના સમકક્ષોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. આ સિવાય વડાપ્રધાન મોદી આ સંમેલનમાં પહોંચનારા અન્ય ગેસ્ટને પણ મળશે.
વડાપ્રધાન મોદીને મળ્યા રાષ્ટ્રપતિ પુતિન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16મં બ્રિક્સ સમિટ 2024માં પર કઝાનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બેઠક પહેલા રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને ગળે લગાવીને સ્વાગત કર્યું.
બ્રિક્સે છેલ્લા 15 વર્ષમાં પોતાની છાપ છોડી છેઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ છેલ્લા એક વર્ષથી બ્રિક્સનું નેતૃત્વ કરવા બદલ રશિયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, 'બ્રિક્સે છેલ્લા 15 વર્ષમાં પોતાની છાપ છોડી છે. હું આવતીકાલે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આતુર છું.
રશિયા-યુક્રેન યુદ્ધ પર વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
રશિયા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'રશિયા-યુક્રેન સંઘર્ષ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન અને હું સતત સંપર્કમાં છીએ. ભારત માને છે કે સંઘર્ષનો ઉકેલ શાંતિપૂર્ણ હોવો જોઈએ. રશિયા-યુક્રેન યુદ્ધનું શાંતિથી સમાધાન નીકળશે. અમે માનવજાતની સંભાળ રાખીને શાંતિ અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ. ભારત આ મામલે તમામ પ્રકારનો સહયોગ આપવા તૈયાર છે.'
કઝાનમાં ભારતીય દૂતાવાસ ખોલવાનો નિર્ણય આવકાર્ય છેઃ પુતિન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, 'ઇન્ટરગવર્નમેન્ટલ કમિશનની આગામી બેઠક 12 ડિસેમ્બરે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. અમારા સંયુક્ત પ્રોજેક્ટ્સ સતત પ્રગતિ કરી રહ્યા છે. તમે કઝાનમાં ભારતીય દૂતાવાસ ખોલવાનું નક્કી કર્યું છે. અમે તેનું સ્વાગત કરીએ છીએ. ભારતની નીતિઓથી બન્ને દેશો વચ્ચેની ભાગીદારી અને સંબંધોને ફાયદો થશે. તમને અને તમારા પ્રતિનિધિમંડળને રશિયામાં જોઈને અમે ખૂબ જ ખુશ છીએ.'








