મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ઇમરજન્સી બંધારણ પર સૌથી મોટો હુમલો હતો, પેપર લીકની તપાસ માટે સરકાર કટિબદ્ધ'- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદના બન્ને સદનોમાં પોતાનું અભિભાષણ રજૂ કર્યુ હતું. રાષ્ટ્રપતિએ લોકસભા અને રાજ્યસભાની સંય

'ઇમરજન્સી બંધારણ પર સૌથી મોટો હુમલો હતો, પેપર લીકની તપાસ માટે સરકાર કટિબદ્ધ'- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદના બન્ને સદનોમાં પોતાનું અભિભાષણ રજૂ કર્યુ હતું. રાષ્ટ્રપતિએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા આગામી 5 વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા રજૂ કરી હતી. આ દરમિયાન પેપર લીક અને ઇમરજન્સીને લઇને પણ રાષ્ટ્રપતિએ નિવેદન આપ્યું હતું.

રાષ્ટ્રપતિના અભિભાષણની મહત્ત્વની વાતો

  • 'પેપર લીકની તપાસ માટે સરકાર કટિબદ્ધ
  • સંસદમાં પેપર લીક માટે કાયદો બનાવ્યો
  • CAA હેઠળ પીડિતોને નાગરિકતા મળી રહી છે
  • રાષ્ટ્રપતિએ ઇમરજન્સીને બંધારણ પર સૌથી મોટો હુમલો ગણાવ્યો
  • 1975માં આખા દેશમાં હાહાકાર મચ્યો હતો
  • સંસદમાં જનહિતને પ્રાથમિકતા મળશે
  • વિકાસની સાથે વિરાસત પર પણ થઇ રહ્યું છે કામ
  • અમારી સફળતા પર સ્વાભિમાન હોવું જોઇએ
  • ભારતના વૈજ્ઞાનિકો પર ગર્વ હોવો જોઇએ
  • મારી સરકાર ભારતને ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવામાં જોડાયેલી છે
  • દેશમાં પ્રથમ વખત કરોડો ગરીબો માટે શૌચાલય બન્યા
  • લોકોએ સતત ત્રીજી વખત સ્થિર સરકાર ચૂંટી
  • ભારત સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા
  • આગામી બજેટમાં ઐતિહાસિક પગલા જોઇશું
  • એરલાઇન 209થી વધીને 605 થઇ,  ગામે ગામ સુધી રસ્તા બની ગયા
  • નોર્થ ઇસ્ટમાં દરેક રીતની કનેક્ટિવિટી વધારવામાં આવી રહી છે
  • ભારતમાં સ્થિર અને સ્પષ્ટ બહુમતની સરકાર છે
  • કાશ્મીરે વોટિંગથી દુનિયાને મેસેજ આપ્યો છે.

બંધારણ પર સૌથી મોટો હુમલો હતો ઇમરજન્સી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

ભારતના બંધારણ પર ઇમરજન્સી સૌથી મોટો હુમલો હતો. 1975માં આખા દેશમાં ઇમરજન્સીને કારણે હાહાકાર મચી ગયો હતો અને બે વર્ષ સુધી ઇમરજન્સી લાગુ હતી. આ દરમિયાન લોકોના તમામ અધિકાર છીનવી લેવામાં આવ્યા હતા. અમે સંકલ્પ લઇએ છીએ કે બંધારણની રક્ષા કરીશું.

રાષ્ટ્રપતિના ભાષણ બાદ વિપક્ષ ભડકી ગયુ હતું અને સંસદમાં હોબાળો કર્યો હતો. આ પહેલા લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ જ્યારે પોતાના પ્રથમ સંબોધનમાં ઇમરજન્સીનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે પણ વિપક્ષે હંગામો કર્યો હતો. મલ્લિકાર્જુન ખડગે સહિત કેટલાક નેતાઓએ કહ્યું હતું કે મોદી સરકારના છેલ્લા 10 વર્ષનું શાસન અઘોષિત ઇમરજન્સી જ હતી.

શું હોય છે અભિભાષણ?

બંધારણની કલમ 87 અનુસાર રાષ્ટ્રપતિએ દરેક લોકસભા ચૂંટણી પછી સત્રની શરૂઆતમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવું જરૂરી છે. રાષ્ટ્રપતિ દર વર્ષે સંસદના પ્રથમ સત્રમાં બન્ને સદનોની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરે છે. રાષ્ટ્રપતિના અભિભાષણના માધ્યમથી સરકાર પોતાના કાર્યક્રમ અને નીતિઓની રૂપરેખા રજૂ કરે છે, જેમાં સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા પર પ્રકાશ નાખવામાં આવે છે અને આગામી વર્ષ માટે પ્રાથમિકતા બતાવવામાં આવે છે.

આમ આદમી પાર્ટીનો બહિષ્કાર

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરવા પર શિવસેના (UBT)નું કહેવું છે કે રાષ્ટ્રપતિ પણ તાનાશાહી માટે જવાબદાર છે. શિવસેના (UBT) નેતા સંજય રાઉતે કહ્યું, 'હું આમ આદમી પાર્ટીના નિર્ણયનું સ્વાગત કરૂં છું.  જે રીતે તાનાશાહી ચાલી રહી છે, તેના જવાબદાર રાષ્ટ્રપતિ પણ છે. રાષ્ટ્રપતિએ સરકારને તાનાશાહી વિરૂદ્ધ રોકવા જોઇએ.'

આ સમાચાર શેર કરો