મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા પ્રકાશ આંબેડકરની મોટી જાહેરાત, MVA-મહાયુતિમાંથી કોની સાથે કરશે જોડાણ?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે (23 નવેમ્બર) આવશે. પરંતુ તે પહેલા વંચિત બહુજન

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા પ્રકાશ આંબેડકરની મોટી જાહેરાત, MVA-મહાયુતિમાંથી કોની સાથે કરશે જોડાણ?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે (23 નવેમ્બર) આવશે. પરંતુ તે પહેલા વંચિત બહુજન આઘાડીના વડા પ્રકાશ આંબેડકરે મોટી જાહેરાત કરી છે. પ્રકાશ આંબેડકરે કહ્યું છે કે, જે પણ સરકાર બનશે, તેની બહુમતીને સમર્થન આપીને સાથે આવશે, પછી તે MVA હોય કે મહાયુતિ.

વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર પોસ્ટ કરીને કહ્યું, "જો આવતીકાલે VBAને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને ટેકો આપવા માટે સંખ્યા મળશે તો, અમે તેની સાથે જ રહેવા માંગીએ છીએ. અમે સત્તામાં રહેવાનું પસંદ કરીશું. 

જણાવી દઈએ કે, આ વખતે બંને ગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે, સાથે જ આ વખતે અનેક નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાના કારણે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણો રચાતા જોવા મળી રહ્યા છે. ત્યારે એવી ચર્ચાએ વેગ પકડ્યો છે કે આ નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો કોને સમર્થન આપશે?

વંચિત બહુજન અઘાડીની વાત કરવામાં આવે તો આ પાર્ટી દલિતો અને પછાત વર્ગના હિતની વાત કરે છે. વંચિત બહુજન આઘાડીની તાકાત ખાસ કરીને મુંબઈ, નાસિક અને મરાઠવાડા વિસ્તારમાં જોઈ શકાય છે. આ પાર્ટીના વડા પ્રકાશ આંબેડકરનો દાવો છે કે તેમની પાર્ટી રાજ્યના સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગનો અવાજ બનશે. 

આ સમાચાર શેર કરો