પ્રજ્વલ રેવન્ના 15 મેના રોજ ભારત આવશે, જાતીય સતામણીના કેસમાં થશે પૂછપરછ
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી રેવન્ના (67
પ્રકાશિત : •છેલ્લું અપડેટ : •2 મિનિટ વાંચન સમય
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી રેવન્ના (67 વર્ષ) અને સાંસદ પૌત્ર પ્રજ્વલ રેવન્ના (33 વર્ષ)ના સેક્સ સ્કેન્ડલ કેસમાં મુશ્કેલીઓ વધી રહી છે. તેમની નોકરાણીની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ યૌન શોષણના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસમાં હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસ માટે બંને આરોપીઓને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. બીજી તરફ વિદેશ ભાગી ગયેલા પ્રજ્વલ રેવન્નાએ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, તે બેંગલુરુમાં નથી.
સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે પ્રજ્વલ રેવન્ના 15 મેના રોજ ભારત આવશે. જે બાદ જાતીય સતામણીના કેસમાં તેની પૂછપરછ થઇ શકે છે.
પ્રજ્વલે X પર એક લેટર પોસ્ટ કરતા લખ્યું કે, હું પૂછપરછમાં શામેલ થવા માટે બેંગલુરુમાં નથી, એટલા માટે હું મારા વકીલના માધ્યમથી સી.આઈ.ડી. બેંગલુરુને જાણ કરી દીધી છે. જલદીથી સત્યનો વિજય થશે. જણાવી દઈએ કે જેડીએસે પ્રજ્વલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે અને તે FIR અગાઉ જ વિદેશ ભાગી ગયો છે.
પ્રજ્વલના વકીલ વતી એવું કહેવામાં આવ્યું છે કે પ્રજ્વલ રેવન્ના બેંગલુરુની બહાર છે, નોટિસ મુજબ તેમને બેંગલુરુ પરત આવવા અને પૂછપરછ માટે તેમની સમક્ષ હાજર થવા માટે 7 દિવસનો સમય જોઈએ છે.
SITનો સામનો કરવા હું તૈયાર છુંઃ એચડી રેવન્ના
પ્રજ્વલ રેવન્ના વિદેશ ભાગી ગયો છે, પરંતુ તેના પિતા એચડી રેવન્ના 'અશ્લીલ વીડિયો' કેસ પર એસઆઈટીની નોટિસ પર પૂછપરછનો સામનો કરવા તૈયારી બતાવી છે. જેડીએસ નેતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "SITએ મને નોટિસ આપી છે. હું SITનો સામનો કરવા તૈયાર છું." જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી રેવન્ના (67 વર્ષ) અને સાંસદ પૌત્ર પ્રજ્વલ રેવન્ના (33 વર્ષ) વિરુદ્ધ તેમની નોકરાણીની ફરિયાદના આધારે યૌન શોષણના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ કેસની તપાસ સંબંધે બંને આરોપીઓને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા JDSએ પ્રજ્વલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે અને FIR પહેલા જ તે વિદેશ ભાગી ગયો છે.