મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બદલા પુરા...દેવેન્દ્ર ફડણવીસના હાથમાં રિવૉલ્વર, મુંબઇમાં બદલાપુર રેપના આરોપીના એન્કાઉન્ટર બાદ લાગ્યા પોસ્ટર

મહારાષ્ટ્રના પાટનગર મુંબઇમાં કેટલીક જગ્યાએ પોસ્ટર લાગેલા જોવા મ

બદલા પુરા...દેવેન્દ્ર ફડણવીસના હાથમાં રિવૉલ્વર, મુંબઇમાં બદલાપુર રેપના આરોપીના એન્કાઉન્ટર બાદ લાગ્યા પોસ્ટર

મહારાષ્ટ્રના પાટનગર મુંબઇમાં કેટલીક જગ્યાએ પોસ્ટર લાગેલા જોવા મળ્યા છે. આ પોસ્ટરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાથમાં રિવૉલ્વર લઇને ઉભેલા જોવા મળે છે. આ પોસ્ટર પર બદલા પુરા...લખવામાં આવેલું છે. મહત્ત્વપૂર્ણ છે કે બદલાપુર કાંડન આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોતની ક્રેડિટ દેવેન્દ્ર ફડણવીસને આપવામાં આવી રહી છે. ફડણવીસ રાજ્યના ગૃહમંત્રી છે અને પોલીસ તેમના આધીન જ આવે છે.

બદલાપુર રેપના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટર પર વિપક્ષે કેટલાક સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટની ટીમે પોલીસ વાનની તપાસ કરી છે જેમાં અક્ષય શિંદેને કથિત રીતે ગોળી મારવામાં આવી હતી.

અક્ષય શિંદેને કેવી રીતે ગોળી લાગી

એક અધિકારીએ જણાવ્યું કે અક્ષય શિંદેને સોમવાર સાંજે તેની પૂર્વ પત્ની તરફથી દાખલ કરવામાં આવેલા એક કેસની તપાસ મામલે જ્યારે પોલીસ વાનમાં લઇ જવામાં આવતો હતો ત્યારે તેને પોલીસ કર્મીમાંથી એકની રિવોલ્વર છીનવી લીધી હતી અને ગોળી ચલાવી હતી. જવાબમાં પોલીસે પણ સામે ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન તેના માથામાં ગોળી લાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડૉક્ટરોએ અક્ષય શિંદેને મૃત જાહેર કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં એક પોલીસ કર્મીના પગમાં પણ ગોળી લાગી હતી જેની સારવાર ચાલી રહી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના પોલીસ કસ્ટડીમાં મોત સાથે જોડાયેલી છે માટે મહારાષ્ટ્ર CIDની ટીમ તપાસ કરશે. 

શિંદેના પરિવારે પણ એન્કાઉન્ટર પર ઉઠાવ્યા હતા સવાલ

અક્ષય શિંદેના માતાએ એન્કાઉન્ટર સાથે જોડાયેલા પોલીસના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. શિંદેની માતા અને કાકાએ આરોપ લગાવ્યો કે આ પોલીસ અને બદલાપુર સ્કૂલ મેનેજમેન્ટનું ષડયંત્ર છે. અક્ષયે પોતાના એક સંબંધીને જણાવ્યું હતું કે કસ્ટડીમાં પોલીસે તેને માર માર્યો છે અને તેની પાસે પૈસા માંગતા એક પત્ર પણ મોકલ્યું હતું.

અક્ષયની માતાએ પૂછ્યું, 'મારો પુત્ર ફટાકડા સળગાવવા અને રોડ પાર કરતા પણ ડરતો હતો. તે કોઇ પોલીસ કર્મી પર ગોળી કેવી રીતે ચલાવી શકે? માતાએ આરોપ લગાવ્યો, 'પોલીસે અમારા બાળકની હત્યા કરી છે. સ્કૂલ મેનેજમેન્ટની પણ તપાસ કરવી જોઇએ. પોલીસે કંઇક લખાવડાવ્યું હતું પરંતુ અમને નથી ખબર કે શું લખાવડાવ્યું છે, માત્ર તે જાણતો હતો.'

ઉદ્ધવ જૂથના નેતાએ ઉઠાવ્યા સવાલ

આ સમાચાર શેર કરો