ટ્રેઇની IAS પૂજા ખેડકરે નોકરી ગુમાવી, આજીવન તમામ પરીક્ષા આપવા પર મુકાયો પ્રતિબંધ
વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકરને મોટો ઝટકો લાગ્યો છે. UPSCએ પૂજા ખેડકરની અસ્થાઇ ઉમેદવારીને રદ કરી નાખી છે.

વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકરને મોટો ઝટકો લાગ્યો છે. UPSCએ પૂજા ખેડકરની અસ્થાઇ ઉમેદવારીને રદ કરી નાખી છે. ખેડકરના ભવિષ્યમાં યોજાનારી કોઇ પણ પરીક્ષામાં સામેલ થવા પર રોક લગાવવામાં આવી છે.
UPSCએ પહેલા જ કાર્યવાહીના આપ્યા હતા સંકેત
મહત્ત્વપૂર્ણ છે કે UPSCએ આ વાતના પહેલા જ સંકેત આપ્યા હતા. UPSCનું કહેવું છે કે જો પૂજા ખેડકર પર લગાવવામાં આવેલા આરોપ સાચા સાબિત થાય છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
15 વર્ષનો રેકોર્ડ તપાસવામાં આવ્યો
પૂજા ખેડકર કેસની તપાસ કરવા માટે UPSCએ છેલ્લા 15 વર્ષના ડેટાની સમીક્ષા કરી હતી. આ પછી એ વાત સામે આવી કે ખેડકરનો એક માત્ર એવો કિસ્સો હતો કે જેમાં ખેડકરે કેટલી વાર UPSCની પરીક્ષા આપી હતી તે જાણી શકાયું નથી કારણ કે દરેક વખતે તેણે માત્ર તેનું નામ જ નહીં પરંતુ તેના માતા-પિતાનું નામ પણ બદલી નાખ્યું હતું.
UPSCએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે, પૂજા ખેડકરે તેનું નામ, તેના માતા-પિતાના નામ, તેની તસવીર, સહી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને નકલી ઓળખ કાર્ડ બનાવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ખેડકરે ફ્રોડ કરીને પરીક્ષા આપી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે ખેડકર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પૂજા ખેડકર પર આરોપ છે કે તેણે ઓબીસી હેઠળ અનામત મેળવવા માટે છેતરપિંડી કરી. સેવામાં તહેનાત થતા જ ખોટી માગણીઓ શરૂ કરી. તેની આવી હરકતો ધ્યાને લેવાયા બાદ ફાઈલ ખુલી છે, જેમાં તેણે ઘણા કારસ્તાન કર્યા હોવાનું સામે આવ્યું છે.







