Video: જગતસિંહ નેગીના નિવેદનને લઈને રાજકીય વિવાદ

સોર્સ: gstv

હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં મંત્રી જગતસિંહ નેગીના નિવેદનને લઈને રાજકીય વિવાદ વકર્યો છે. વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના નેતા જયરામ ઠાકુરે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. ભારતીય સેના અને ઓપરેશન સિંદૂર અંગે મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. ભાજપે મંત્રી જગતસિંહ નેગીને મંત્રીમંડળમાંથી બરતરફ કરવાની માગ કરી છે. આ મુદ્દે ભાજપના નેતાઓએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત