Video: પોલીસ વાહન અને બસની ટક્કર

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર રામબન જિલ્લાના ચંદરકોટ વિસ્તાર નજીક એક મુસાફર બસ અને ચંદરકોટ પોલીસ સ્ટેશનના વાહન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બસની જોરદાર ટક્કરથી પોલીસનું વાહન રસ્તા પર પલટી ગયું હતું, જેમાં એસએચઓ સહિત ચાર પોલીસ કર્મચારીઓ સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ તે જ સમયે બન્યો જ્યારે જમ્મુ-કાશ્મીર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુનિલ શર્માનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. અકસ્માત જોઈને સુનિલ શર્માએ તાત્કાલિક પોતાનો કાફલો રોકીને રાહત કામગીરીમાં મદદ કરી હતી. તમામ ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને રામબન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે.
જાહેરાત







