એક વર્ષના બાળકે ઝેરીલા કોબ્રાને બચકું ભર્યું, સાપની તાત્કાલિક મોત થતા લોકો હેરાન
બિહારથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વર્ષના બાળકે ઝેરીલા કોબ્રાને બચકું ભર્યા બાદ સાંપનું તાત્કા

બિહારથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વર્ષના બાળકે ઝેરીલા કોબ્રાને બચકું ભર્યા બાદ સાંપનું તાત્કાલિક મોત થઈ ગયું હતું. સાંપને બચકું ભર્યા બાદ બાળક પણ બેભાન થઈ ગયું હતું.
આ ઘટના પશ્ચિમ ચંપારણ જિલ્લાની મઝૌલિયા પ્રખંડના મોહચ્છી બનકટવા ગામની છે. બાળકને બેભાન અવસ્થામાં મઝૌલિયા પીએચસીમાં ભર્તી કરવામાં આવ્યો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ બાળકને બેતિયાની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ(જીએમસીએચ) રેફર કરવામાં આવી.
મળતી માહિતી અનુસાર સુનીલ સાહનો એક વર્ષનો પુત્ર ગોવિંદા શુક્રવારે બપોરે પોતાના ઘરમાં રમી રહ્યો હતો. દાદી માતેશ્વરી દેવીએ કહ્યું કે આ દરમિયાન ઘરમાં બે ફૂટ લાંબો કોબ્રા સાંપ નિકળ્યો. માસૂમ બાળકે સાપને રમકડું સમજી તેને પકડી લીધો. બાદમાં તેને બચકું ભર્યું, જે બાદ તાત્કાલિક કોબ્રાની મોત થઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે, બાળકે સાપને કરડીને તેના બે ટુકડાં કરી નાખ્યા હતા.
બેતિયાની જીએમસીએચ હોસ્પિટલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દિવાકાંત મિશ્રાએ જણાવ્યું કે, બાળકમાં ઝેરના કોઈપણ લક્ષણ નથી. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. બાળક હાલ ખતરાથી બહાર હોવાનું જણાય છે. આ ઘટના બાદ પરિવારજનો ભયભીત થઈ ગયા છે, તો બાળકના કરડવાથી સાપના મૃત્યુ પર લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.






