મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'100 દિવસના એજન્ડાને જમીન પર ઉતારવાનો છે', સંભવિત મંત્રીઓને મોદીનો આદેશ

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે. સાંજે 7.15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારંભ યોજાશે. શપથ

'100 દિવસના એજન્ડાને જમીન પર ઉતારવાનો છે', સંભવિત મંત્રીઓને મોદીનો આદેશ

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે. સાંજે 7.15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારંભ યોજાશે. શપથ ગ્રહણ સમારંભ પહેલા મોદીએ તમામ સંભવિત મંત્રીઓને ચા પાર્ટી પર બોલાવ્યા હતા. આ પહેલા મોદી આજે સવારે રાજઘાટ-સદૈવ અટલ પહોંચ્યા હતા જ્યાં તેમને ગાંધી અને અટલને શ્રદ્ધાંજલિ આપી હતી.

100 દિવસના એજન્ડાને જમીન પર ઉતારવાનો છે- મોદી

નરેન્દ્ર મોદીએ પોતાના કેબિનેટના નવા સહયોગીઓને કહ્યું કે 100 દિવસના એજન્ડાની કાર્યયોજનાને જમીન પર ઉતારવાની છે. તમને જે પણ વિભાગ મળે, તેની પેન્ડિંગ યોજનાઓને જલ્દી પૂર્ણ  કરવાની છે. 5 વર્ષના રોડ મેપમાં જોડાવો. આપણી સરકારનું લક્ષ્ય 2047માં ભારતને વિકસિત ભારત બનાવવાનું છે. જનતાને NDA પર વિશ્વાસ છે.

આ નેતા બનશે મંત્રી

પીએમ આવાસ પર મંત્રી બનનારા નેતાો પહોંચ્યા હતા જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, બીએલ વર્મા, પંકજ ચૌધરી, શિવરાજ સિંહ ચૌહાણ, અન્નપૂર્ણા દેવી, અર્જૂન રામ મેઘવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, મનોહરલાલ ખટ્ટર, નિતિન ગડકરી, નિત્યાનંદ રાય, હર્ષ મલ્હોત્રા, ભાગીરથ ચૌધરી, એચડી કુમારસ્વામી, કિરણ રિજિજૂ, જિતિન પ્રસાદ, રવનીત સિંહ બિટ્ટૂ, રાજનાથ સિંહ, રાવ ઇન્દ્રજીત સિંહ, અજય ટમ્ટા, જીતન રામ માંઝી, ચિરાગ પાસવાન, નિર્મલા સીતારમણ, સર્બાનંદ સોનોવાલ, જી કિશન રેડ્ડી, પીયૂષ ગોયલ, જયંત સિંહ ચૌધરી, ધર્મેન્દ્ર પ્રધાન, હરદીપ પુરી, મનસુખ માંડવિયા સહિતના નેતા હાજર રહ્યાં હતા.

આ સમાચાર શેર કરો