મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સોશિયલ મીડિયા પરથી 'મોદી કા પરિવાર' હટાવવા PM મોદીની અપીલ

એક બાજુ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વડાપ્રધાન બની ગયા છે. જવાહરલાલ નેહરુ પછી આવું કરનાર તેઓ

સોશિયલ મીડિયા પરથી 'મોદી કા પરિવાર' હટાવવા PM મોદીની અપીલ

એક બાજુ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વડાપ્રધાન બની ગયા છે. જવાહરલાલ નેહરુ પછી આવું કરનાર તેઓ બીજા પીએમ બન્યા છે. બીજી બાજુ 'મોદી કા પરિવાર' લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓએ 'મોદી કા પરિવાર' અભિયાન ચલાવ્યું હતું. આ અંતર્ગત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળ 'મોદી કા પરિવાર' લખી દીધું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે તમામ લોકો તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 'મોદી કા પરિવાર' હટાવવા અપીલ કરી છે. 

પીએમ મોદીએ ટ્વિટ કરીને કરી અપીલ

પીએમ મોદીએ કહ્યું, "લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, ભારતભરના લોકોએ મારા પ્રત્યેના તેમના સ્નેહના પ્રતીક તરીકે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર 'મોદી કા પરિવાર' લખ્યું હતું. આનાથી મને ઘણી શક્તિ મળી. દેશના નાગરિકોએ સતત ત્રીજી વખત એનડીએને બહુમતી આપી છે, જે એક પ્રકારનો રેકોર્ડ છે અને અમને દેશની ભલાઈ માટે કામ કરતા રહેવાનો આદેશ આપ્યો છે."

વધુમાં પોસ્ટમાં લખ્યું કે, 'આપણે બધા એક પરિવાર છીએ. આ સંદેશને અસરકારક રીતે પહોંચાડવા માટે હું ફરી એકવાર દેશના લોકોનો આભાર માનું છું. હું એ પણ અપીલ કરું છું કે હવે તમે તમારી સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી 'મોદી કા પરિવાર'ને હટાવી શકો છો. આ ડિસ્પ્લે નામ બદલી શકે છે, પરંતુ ભારતની પ્રગતિ માટે પ્રયત્નશીલ પરિવાર તરીકે અમારું બંધન મજબૂત અને અતૂટ છે.

ભાજપે ચૂંટણી પ્રચારનું થીમ સોંગ 'મૈં મોદી કા પરિવાર હૂં' લોન્ચ કર્યું હતું

ઉલ્લેખનીય છે કે, ભાજપે 16 માર્ચે ચૂંટણી પ્રચારનું થીમ સોંગ 'મૈં મોદી કા પરિવાર હૂં' લોન્ચ કર્યું હતું. PM મોદીએ પણ જેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. એના પર લખ્યું હતું - મેરા ભારત, મેરા પરિવાર.

આ સમાચાર શેર કરો