ચૂંટણીના પરિણામ બાદ PM મોદીનું સંબોધન, મારી માતાના મૃત્યુ પછી આ મારી પ્રથમ ચૂંટણી
લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં પાર્ટીના નેતાઓ

લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. સંબોધનની શરૂઆત 'ભારત માતા કી જય' અને 'જય જગન્નાથ'થી કરી હતી.
પીએમ મોદીએ કહ્યું, મારી માતાના મૃત્યુ પછી આ પહેલી ચૂંટણી છે. પરંતુ મારા દેશની માતાઓ અને બહેનોએ મને ક્યારેય મારી માતાની ગેરહાજરી અનુભવવા દીધી નથી. પીએમ મોદીએ કહ્યું- આજનો દિવસ ભાવનાત્મક દિવસ છે.
1962 પછી કોઈ સરકારને ત્રીજી વખત તક મળી છે
વડાપ્રધાન મોદીએ કહ્યું, '1962 પછી આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ સરકાર તેના બે કાર્યકાળ પૂર્ણ કર્યા પછી સતત ત્રીજી વખત સત્તામાં આવી હોય...'
વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરના મતદારોની પ્રશંસા કરી
પીએમ મોદીએ સંબોધનમાં જમ્મુ-કાશ્મીરના મતદારોએ આ ચૂંટણીમાં રેકોર્ડ મતદાન કરીને અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો છે.
ઓડિશામાં પહેલીવાર ભાજપના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે
વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે ઓડિશામાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. આ પહેલીવાર છે જ્યારે ભગવાન જગન્નાથની ભૂમિ પર ભાજપનો મુખ્યમંત્રી હશે.આ વિશ્વના સૌથી મોટા લોકતંત્રની જીત
પીએમ મોદીએ કહ્યું, આ વિશ્વના સૌથી મોટા લોકતંત્રની જીત છે. આ વિકસિત ભારતના વચનની જીત છે. 'સબકા સાથ-સબકા વિકાસ'ના આ મંત્રની જીત છે. આ 140 કરોડ ભારતીયોની જીત છે.
હું તમામ દેશવાસીઓનો ઋણી
નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત 'ભારત માતા કી જય' અને 'જય જગન્નાથ'થી કરી હતી. PMએ કહ્યું- આજનો દિવસ ખૂબ જ શુભ છે. આ શુભ દિવસે એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. પીએમએ કહ્યું, હું તમામ દેશવાસીઓનો ઋણી છું'
એનડીએ ગઠબંધન ત્રીજી વખત જીત મેળવીને સરકાર બનાવવા જઈ રહ્યું છે. જેના પગલે ભાજપ મુખ્યાલયમાં વિજયોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ બહુમતીનો આંકડો પાર કરી લીધો છે.
પરિણામો બાદ વડાપ્રધાન મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી
દિલ્હી ભાજપના કાર્યાલય પહોંચ્યા પહેલા મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કર્યું હતું. 'દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું. હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાક કાર્ય માટે અભિનંદન પાઠવું છું.’








