મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદી 23 ઓગસ્ટે યૂક્રેનના પ્રવાસે જશે, પુતિનને મળ્યાના એક મહિના બાદ જેલેસ્કીને મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે યૂક્રેનના પ્રવાસે જવાના છે. 30 વર્ષ પછી કોઇ ભારતીય વડાપ્રધાન આ દેશનો પ્રવાસ કરશે.

PM મોદી 23 ઓગસ્ટે યૂક્રેનના પ્રવાસે જશે, પુતિનને મળ્યાના એક મહિના બાદ જેલેસ્કીને મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે યૂક્રેનના પ્રવાસે જવાના છે. 30 વર્ષ પછી કોઇ ભારતીય વડાપ્રધાન આ દેશનો પ્રવાસ કરશે. આ પહેલા પીએમ મોદી 21-22 ઓગસ્ટે પોલેન્ડના પ્રવાસે રહેશે. 45 વર્ષ બાદ ભારતના કોઇ વડાપ્રધાન પોલેન્ડના પ્રવાસે જશે. પીએમ મોદીનો યૂક્રેન પ્રવાસ મૉસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાતના એક મહિના બાદ યોજાઇ રહ્યો છે.

વડાપ્રધાન મોદી 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડમાં રહેશે જ્યાં તે ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરશે. પીએમ મોદી પોલેન્ડમાં તે સ્મારકોની મુલાકાત પણ લેશે જે જામનગર અને કોલ્હાપુરના મૂળ સાથે ઐતિહાસિક સંબંધોને દર્શાવે છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત હંમેશા યૂક્રેનમાં યુદ્ધને હલ કરવા માટે કૂટનીતિ અને વાતચીતની વકીલાત કરતું રહ્યું છે જેનાથી સ્થાયી રીતે શાંતિ સ્થાપિત થઇ શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ 1991માં યૂક્રેન સ્વતંત્ર થયા બાદ કોઇ ભારતીય વડાપ્રધાનનો પ્રથમ પ્રવાસ હશે. ગત મહિને રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેસ્કીના ચીફ ઓફ સ્ટાફ એન્ડ્રી યરમકે કહ્યું હતું કે પીએમ મોદી યૂક્રેનમાં શાંતિ સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વર્ષ 2022માં યુદ્ધ બાદ ભારતે રશિયા અથવા રશિયન અધિકારીઓની ટિકા કરવાનો ઇનકાર કર્યો હતો જેને કારણે પશ્ચિમના કેટલાક દેશોએ ભારતને નિશાના પર લીધો હતો.

વડાપ્રધાન મોદીના મૉસ્કો યાત્રા 9-10 જુલાઇ વચ્ચે નાટો શિખર સમ્મેલન સાથે થઇ હતી. શિખર સમ્મેલનમાં અમેરિકા અને નાટો સહયોગીઓએ રશિયાનો મુકાબલો કરવા માટે યૂક્રેનનું સમર્થન વધારવા માટે એકજુટ થયા હતા. તે સમયે અમેરિકાએ રશિયા સાથે ભારતના સંબંધોને લઇને ચિંતા પણ વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો